AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખરતા વાળથી મુક્તિ મેળવવી છે? તો વાળમાં તેલ નાખતા પહેલા તમારા રોજિંદા આહારમાંથી આ 5 વસ્તુને કાયમ માટે ‘આઉટ’ કરો

આજની વ્યસ્ત જીવનશૈલીમાં પ્રદૂષણ અને ખરાબ ખાનપાનને કારણે વાળ ખરવાની સમસ્યા એક સામાન્ય બાબત બની ગઈ છે. લોકો ઘણીવાર અવારનવાર મોંઘા શેમ્પૂ, તેલ અને હેર ટ્રીટમેન્ટ પાછળ હજારો રૂપિયા ખર્ચ કરીએ છે પરંતુ આહાર પર ધ્યાન આપવાનું ભૂલી જઈએ છીએ.

| Updated on: Feb 11, 2026 | 4:34 PM
Share
વાત એમ છે કે, તમારા હેર ફોલ (વાળ ખરવા) નું અસલી કારણ તમારા ડાયટમાં જ છુપાયેલું છે. જો તમે પણ ખરતા વાળથી પરેશાન હોવ, તો તમારે તમારા રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓને તરત જ બહારનો રસ્તો બતાવી દેવો જોઈએ.

1 / 5
ખાંડ માત્ર વજન જ નથી વધારતી પરંતુ તે વાળ ખરવાનું પણ એક મુખ્ય કારણ છે. ટૂંકમાં, જ્યારે તમે ખૂબ વધારે ગળ્યું ખાઓ છો, ત્યારે શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર વધી જાય છે. વધેલું ઇન્સ્યુલિન લેવલ પુરુષો અને સ્ત્રીઓ બંનેના શરીરમાં 'એન્ડ્રોજન' (Androgen) હોર્મોનને સક્રિય કરી દે છે. આ હોર્મોન હેર ફોલિકલ્સ (વાળના મૂળના છિદ્રો) ને સંકોચી નાખે છે, જેના કારણે વાળ પાતળા થઈને ખરવા લાગે છે. આ ઉપરાંત, ખાંડ સ્કેલ્પમાં સોજો (Inflammation) પેદા કરે છે, જેનાથી વાળના મૂળ નબળા પડી જાય છે.

2 / 5
મેંદામાંથી બનેલી વસ્તુઓ જેવી કે પિઝા, પાસ્તા, સફેદ બ્રેડ અને રિફાઈન્ડ કાર્બ્સ શરીરમાં સુગરનું પ્રમાણ ઝડપથી વધારે છે. આ પ્રકારના ફૂડથી શરીરમાં હોર્મોનલ અસંતુલન પેદા થાય છે. બીજું કે, જે લોકો પોતાના આહારમાં રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ વધારે લે છે, તેમનામાં સમય પહેલા વાળ ખરવા અને ટાલ પડવાની સમસ્યા વધુ જોવા મળી શકે છે. આ વસ્તુઓની જગ્યાએ આહારમાં 'હોલ ગ્રેન' (આખા અનાજ) ને એડ કરવા એ એક ઉત્તમ વિકલ્પ છે.

3 / 5
ઘણા લોકો વજન ઘટાડવા ખાતર સામાન્ય ખાંડને બદલે 'ડાયટ સોડા' અથવા 'સુગર-ફ્રી' વિકલ્પો પસંદ કરે છે. આમાં આર્ટિફિશિયલ સ્વીટનર હોય છે, જે હેર ફોલિકલ્સને નુકસાન પહોંચાડી શકે છે અને સ્કેલ્પના સ્વાસ્થ્યને બગાડી શકે છે. જો તમે સોડા કે વધુ પ્રમાણમાં કોલ્ડ ડ્રિંક્સ પીતા હોવ, તો તે તમારા વાળની નેચરલ ચમક છીનવી શકે છે અને તેને મૂળમાંથી નબળા બનાવી શકે છે.

4 / 5
દારૂ શરીરને ડિહાઇડ્રેટ (પાણીની અછત) કરે છે. એવામાં જ્યારે શરીરમાં પાણીની અછત રહે છે, ત્યારે વાળ સૂકા થઈને તૂટવા લાગે છે. આ ઉપરાંત, દારૂ શરીરમાં ઝિંક (Zinc) ના સ્તરને ઘટાડે છે. ઝિંક એ વાળના વિકાસ (Growth) માટે અત્યંત જરૂરી મિનરલ છે. આવી જ રીતે, ખૂબ વધારે પ્રમાણમાં ચા અથવા કોફી પીવી પણ શરીરમાં પોષક તત્વોના શોષણમાં અવરોધ પેદા કરે છે.

5 / 5

Bharat Taxi vs Ola vs Uber : ટેક્સી ભાડામાં મોટો તફાવત : કઈ કંપની વસૂલે છે સૌથી ઓછું ભાડું ? Ola vs Uber vs Bharat taxi, વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">