AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિક્ટરી પરેડ ભાગદોડમાં 10 લોકોના મોત, શું પરિવારને વીમાની રકમ મળશે કે નહીં?

IPL 2025 જીત્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના રોડ શોમાં 10 લોકોના મોત થઈ ગયા છે. એવામાં હવે સવાલ એ છે કે, ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકોને વીમાના પૈસા મળશે? જો હા, તો શું છે તેના નિયમો.

| Updated on: Jun 04, 2025 | 7:28 PM
IPL 2025ની ટ્રોફી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાના નામે કરી હતી અને એમાંય 4 જૂને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિક્ટરી પરેડનું આયોજન કર્યું હતું. જો કે, આ વિક્ટરી પરેડ એક માતમમાં છવાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, આ વિક્ટરી પરેડમાં 10 લોકો મૃત્યુ પામ્યા છે.

1 / 9
હવે આવી પરિસ્થિતિમાં ટર્મ પોલિસી હેઠળ મૃત્યુ પામનારના પરિવારજનોને નિશ્ચિત રકમ ચૂકવવામાં આવે છે પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં કંપની આ દાવાને નકારી શકે છે. હવે પ્રશ્ન એ છે કે, શું આ ભયંકર ભાગદોડ જેવી ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને ઈન્સ્યોરન્સ રકમ મળશે કે નહી.

2 / 9
જણાવી દઈએ કે, આ ભયંકર ભાગદોડ જેવી ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને ઈન્સ્યોરન્સ રકમ મળશે. જો પોલિસી સક્રિય હોય તો મૃત્યુ પામેલા લોકોના પરિવારને ઈન્સ્યોરન્સ રકમ મળશે.

3 / 9
સામાન્ય રીતે, વીમા કંપનીઓ ભાગદોડમાં થયેલા મૃત્યુને "આકસ્મિક મૃત્યુ" માને છે. ખાસ કરીને ટર્મ પોલિસીમાં આકસ્મિક મૃત્યુ માટેનું કવરેજ મળી આવે છે. જો કોઈ વ્યક્તિનું મૃત્યુ ભાગદોડ જેવા કોઈ બાહ્ય કારણસર થાય છે, તો તે સામાન્ય રીતે વીમા હેઠળ આવરી લેવામાં આવે છે.

4 / 9
વીમા કંપનીઓ આ અકસ્માતને અકુદરતી મોત અથવા અચાનક મોત માને છે.  આવી સ્થિતિમાં, વીમા કંપની દ્વારા પીડિતના પરિવારને એક નિશ્ચિત રકમ આપવામાં આવે છે.

5 / 9
જો વ્યક્તિ કોઈ ખતરનાક પ્રવૃત્તિમાં સામેલ હોય જેમ કે ગેરકાયદેસર પ્રદર્શન અથવા પ્રતિબંધિત વિસ્તારમાં હાજર રહેવું તેમજ આત્મહત્યા, દારૂના હાલથી થયેલ મૃત્યુ અથવા નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં સંડોવાયેલો હોય તો વીમા રકમ આપવામાં આવતી નથી.

6 / 9
વીમા કંપનીને પોલિસીધારકના મૃત્યુની જેવી ખબર પડે ત્યારે તેઓએ તાત્કાલિક પરિવાર અથવા નોમિનીને જાણ કરવી જોઈએ. પરિવારે આ ક્લેમ માટે ડેથ સર્ટિફિકેટ, પોલિસી દસ્તાવેજ અને ઘટના સંબંધિત અન્ય દસ્તાવેજો (જેમ કે FIR અથવા પોસ્ટમોર્ટમ રિપોર્ટ) સબમિટ  કરવા પડશે.

7 / 9
દરેક પોલિસીના પોતાના નિયમો અને શરતો હોય છે, તેથી કોઈપણ દાવો કરતા પહેલા તેની નકલ (કોપી) કાળજીપૂર્વક વાંચી લેવી જોઈએ. આનાથી સમજવામાં સરળતા રહે છે કે કઈ પરિસ્થિતિમાં ઈન્સ્યોરન્સ ક્લેમ કરાય અને કઈ પરિસ્થિતિમાં  ઈન્સ્યોરન્સ ક્લેમ ન કરી શકાય.

8 / 9
જો મામલો જટિલ હોય અથવા કોઈ અપવાદરૂપ પરિસ્થિતિ હોય, તો વીમા સલાહકાર અથવા કાનૂની નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. વીમા કંપનીઓ સામાન્ય રીતે ભાગદોડમાં થયેલ મૃત્યુને કવર કરે છે પરંતુ નિયમો અને શરતો પોલિસી મુજબ હોવા જોઈએ.

9 / 9

(Disclaimer: અહીં આપેલી માહિતી પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે. TV9 Gujarati આ માહિતીની સંપૂર્ણ ખાતરી આપતું નથી. વધુ સ્પષ્ટતા અથવા વ્યાવસાયિક માર્ગદર્શન માટે વીમા સલાહકારનો સંપર્ક કરો.)

બિઝનેસ આઈડિયા એટલે વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">