Stocks Forecast 2025 : આ કંપનીના શેર વધવાની સંભાવના, ખરીદશો તો માલામાલ થવાની શક્યતા
Stocks Forecast 2025: શેર માર્કેટ એ એવી જગ્યા છે જ્યાં રોકાણકારો માટે તક અને જોખમ બંને એકસાથે ચાલે છે. રોજ નવા ઉછાળા અને ઘટાડા સાથે બજારનું દિશા-પરિવર્તન રોકાણકારો માટે ઉત્સુકતા ભર્યું બને છે. આવી સ્થિતિમાં 'શેર માર્કેટ ફોરકાસ્ટ' રોકાણકારોને ભવિષ્યના ટ્રેન્ડ વિશે માર્ગદર્શન આપે છે. યોગ્ય માહિતી અને વિશ્લેષણથી રોકાણકારો બુદ્ધિશાળી નિર્ણય લઈ શકે છે અને તેમના રોકાણને વધુ સુરક્ષિત બનાવી શકે છે. અહીં તમને 1 વર્ષનું ફોરકાસ્ટ જોવા મળશે.

Premier Energies Limited કંપનીના હાલના શેર પ્રાઈઝ 1041.80 રુપિયા ચાલી રહ્યા છે. તેના MAX પ્રાઈઝ 1340 સુધી તેમજ MIN પ્રાઈઝ 780 સુધી જવાની શક્યતા છે.

આ કંપની માટે 9 એનાલિસ્ટોએ આગાહી કરી છે. તેમાંથી 2 થી 3 લોકો કહી રહ્યા છે કે તમે તેને ખરીદી શકો છો. 2 લોકો કહી રહ્યા છે કે આ સ્ટોક ને સેલ કરીને નીકળી જાવ.

jupiter Wagons Limited કંપનીના અત્યારના શેર પ્રાઈઝ 322.05 છે. તે ભવિષ્યમાં વધીને 430 થવાની સંભાવના છે. તેની પ્રાઈઝ મીનીમમ જવાની સંભાવના જ નથી.

આ કંપની માટે 3 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. તેમાંથી 2 લોકો ખરીદવાનું કહી રહ્યા છે તો 1 એક્સપર્ટ તે શેરને હોલ્ડ પર રાખવાનું કહી રહ્યા છે.

Laxmi Organic Industries કંપનીના શેર પ્રાઈઝ 195 પર ચાલી રહ્યા છે. તેના ભવિષ્યમાં MAX પ્રાઈઝ 236 જવાની તેમજ MIN 185 રહેવાની સંભાવના છે. લગભગ 204 એવરેજ પ્રાઈઝ રહેશે.

આ કંપની માટે 3 એનાલિસ્ટોએ આગાહી કરી છે. 3 માંથી માત્ર એક જ વ્યક્તિ કહી રહ્યા છે કે તમે આ શેર ખરીદો પણ સામે 2 લોકો આ શેરને સેલ કરવાની સલાહ આપી રહ્યા છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. આ એક પ્રકારની શેરના ભાવ અંગે પૂર્વધારણા જણાવે છે કે શેરના ભાવ હાલમાં ઉપલબ્ધ થતી માહિતીના આધારે ભવિષ્યમાં વધી શકે છે કે પછી ઘટી જશે. આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહીતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
