કચ્છના અખાતમાં ભારતીય કોસ્ટગાર્ડે કરી પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝ, જુઓ ફોટા
ભારતીય કોસ્ટગાર્ડ સમુદ્રની સુરક્ષાની સાથે સમુદ્રને સ્વચ્છ રાખવાની પણ જવાબદારી નિભાવી રહ્યુ છે. કચ્છના અખાતમાં દરિયાઈ પ્રદુષણને અટકાવવા માટે ખાસ કવાયત કોસ્ટગાર્ડ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં વિવિધ એજન્સીઓ અને ખાનગી કંપની જોડાઈ હતી. 31થી વધુ વિદેશી નિરીક્ષકો અને 80 પ્રતિનિધિઓએ આ કવાયતમાં ભાગ લીધો હતો. વાડીનાર નજીક મધ્ય દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા ખાસ કવાયત કરવામાં આવી. આ કવાયત સર્ચ એન્ડ રેસ્કયુ અને દરિયાને સ્વચ્છ કરવા માટે કરવામાં હાથ ધરવામાં આવી છે.

દરિયાની અંદર કોઈ ક્રુડઓઈલની પાઈપલાઈન કે ક્રુડઓઈલ પરિવહન કરતા જહાજમાં કોઈ અકસ્માત વખતે મોટી માત્રામાં ક્રુડઓઈલ દરીયામાં ભળી શકે.જે દરિયાઈ જીવસૃષ્ટ્રિને નુકશાનકારક સાબિત થઈ શકે. આવા અકસ્માત વખતે દરિયાને પ્રદુષણમુકત કરી દરિયાને સ્વચ્છ કરવાની જવાબદારી કોસ્ટગાર્ડ નિભાવે છે. દરિયાઈ પ્રદુષણ અટકાવવા માટે કોસ્ટગાર્ડ દ્વારા ખાસ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. કચ્છના અખાતમાં કોસ્ટગાર્ડ દ્વારા વિવિધ એજન્સીઓ દરિયાને સ્વચ્છ રાખવા માટે ખાસ કવાયત કરવામાં આવી. 24મી નવેમ્બર પ્રથમ તબક્કામાં ક્રુડઓઈલ લિકેજનું અનુકરણ કરતી એક ટેબલ ટોચની અભ્યાસ હાથ ધરવામાં આવ્યો અને 25મી નવેમ્બરે બીજા તબક્કા દરમિયાન ઓઇલ લીક થવાના પ્રદુષણનું વાસ્તવિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કવાયતમાં કોસ્ટગાર્ડ ઇન્ટરસેપ્ટર બોટ,પેટ્રોલીંગ જહાજો, પ્રદૂષણ નિયંત્રણના ખાસ જહાજ અને ડોર્નીઅર વિમાન, એરફોર્સનુ ખાસ વિમાન કવાયતમાં ઉપયોગમાં લેવાયા. કોઈ અકસ્માત વખતે પ્રથમ ડોર્નીઅર વિમાન દ્વારા દરિયાના ઉપરથી આ વિસ્તારનો સર્વેલન્સ કરવામાં આવે. બાદ પ્રદુષિત થયેલા વિસ્તારમાં આ કવાયત કરવામાં આવે છે.

ગત વર્ષે આ પ્રકારની કાવયત ગોવાના દરિયામાં કરવામાં આવી હતી. આ વખતે કચ્છના અખાતમાં આ કવાયતથી ડીઝાસ્ટર વખતે એજન્સીની કામગીરી, સંકલનનો સંયુકત અભ્યાસ કરવામાં આવ્યો. 2019માં વાડીનાર ખાતે આ પ્રકારની કવાયત રાજયકક્ષાની થતી હતી. જે પહેલા 2016માં કચ્છના મુદ્રા ખાતેથી મધ્યદરિયામાં આ કવાયત કરવામાં આવી હતી. વખતોવખત આ સંયુકત કવાયત અને મુલ્યાકન કરીને વધુ સારી રીતે અને ઝડપી કામગીરી કરવાના પ્રયાસો કરવામાં આવે છે.

મધ્યદરિયામાં કોઈ અકસ્માત થાય તો એજન્સીઓ સાથે સંકલન કરીને ડીઝાસ્ટરની કામગીરી સંયુકત કરવાનો અભ્યાસ કરવામાં આવે છે. ઓઈલ ભરેલા જહાજમાં આગ લાગતા ફસાયેલ લોકોને સલામત કાઢવા, આગ પર કાબુ મેળવવો અને દરિયામાં ભળેલા ઓઈલને કંટ્રોલ કરવાની કામગીરી નિદર્શન કરાયુ. એક ટગમાં આગ લાગ્યાની જાણ થતા બે વિમાન દ્વારા તે વિસ્તારને શોધી ટગની પાસે લાઈફબોટ મોકલીને લોકોને જોઈ કોઈ વ્યકિત દરિયામા હોય તેને સલામત કરવાની કામગીરી કરવામાં આવી છે. સાથે બીજી તરફ જહાજની મદદથી આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે. મેડીકલ ઈમરજન્સી માટે વ્યકિતને ટગથી એરલીફટ કરવામાં આવ્યો. બાદ એજન્સી સાથે સંકલન કરીને દરીયામાં પડેલા ઓઈલને કંટ્રોલ કરવાની કામગીરી કરવામાં આવી. દરિયામાં ઓઈલથી થતા નુકશાનને અટકાવવા હેલીકોપ્ટર મારફથે ખાસ કેમિકલ્સનો છટકાવ કરાયો છે.

કચ્છના અખાતના વિસ્તારમાં ભારત દ્વારા આયાત કરેલા આશરે 80ટકા ક્રુડઓઈલનું સંચાલન કરે છે,તેથી આ વિસ્તારમાં અત્યંત પર્યાવરણીય સંવેદનશીલ પ્રદેશમાં ગણી શકાય. ક્રુડઓઈલ પરીવહન કરતી પાઈપલાઈનો અને જહાજોની સંખ્યા અહી વધુ હોવાથી અકસ્માતની શકયતા વધુ રહે છે. તે માટે આ વિસ્તારને પસંદગી કરવામાં આવી છે. બીજુ કારણ મરીન નેશનલ પાર્કનો વિસ્તાર કચ્છના અખાતમાં છે. જયા અસંખ્ય દરિયાઈ જીવસુષ્ટી વરસવાટ કરે છે. દરિયામાં ઓઈલ પડવાથી દરિયાઈ જીવો માટે નુકશાનકારક બની શકે.

કોઈ નાના અકસ્માત થાય તો ક્રુડઓઈલની ખાનગી કંપનીઓ પાસે પણ આવા સાધનો અને ઉપકરણોની મદદથી પ્રદુષણને નિયંત્રણ લાવી શકે છે. પરંતુ જો મોટીમાત્રામાં ક્રુડઓઈલ દરીયામાં પ્રસરી ગયુ હોય ત્યારે તે માટે કોસ્ટગાર્ડ સહિત વિવિધ એજન્સીઓ એક સાથે મળી સયુંકત કામગીરી કરે છે.