Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભૂજમાં એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, લોકોએ સૈન્ય જવાનોનું પરાક્રમ લાઈવ નિહાળ્યું

દેશની સામાન્ય જનતાને ભારતના સૈન્ય સાથે વધારે નજીકથી જોડવા માટે અનેક કાર્યક્રમો થતા રહે છે. હાલમાં દેશના અલગ અલગ શહેરોમાં “નો યોર એરફોર્સ” અને “નો યોર આર્મી” જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જેમાં જનતા સેના શૌર્યને નજીકથી નીહાળી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2023 | 7:16 PM
સામાન્ય નાગરિકોમાં ભારતીય વાયુસેનાની સૈન્ય ક્ષમતા વિશે જાગૃતિ લાવવા માટે અને કચ્છ ક્ષેત્રના વિદ્યાર્થીઓ તથા યુવાનોને તેમની કારકિર્દી તરીકે IAF પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી 20 અને 21 જાન્યુઆરી 2023ના રોજ ભૂજમાં આવેલા એરફોર્સ સ્ટેશન ખાતે "નો યોર એરફોર્સ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

1 / 5
આ કાર્યક્રમના ભાગ રૂપે IAFના એરક્રાફ્ટ અને અન્ય શસ્ત્રોનું સ્થાયી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને જગુઆર એરક્રાફ્ટ દ્વારા આકર્ષક એરોબેટિક પ્રદર્શન પણ હાથ ધરવામાં આવ્યું હતું.

2 / 5
આ કાર્યક્રમમાં કચ્છ પ્રદેશના સામાન્ય નાગરિકો અને એરફોર્સ સ્ટેશન ભૂજની આસપાસની વિવિધ શાળાઓ તેમજ કોલેજોના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

3 / 5
ઘણા એર ઓફિસરે યુવાનોને સશસ્ત્ર દળો અને ખાસ કરીને ભારતીય વાયુસેનામાં જોડાવાની પ્રેરણા આપનારા આ કાર્યક્રમની સમગ્ર ટીમની પ્રશંસા કરી હતી.

4 / 5
ભૂજ એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર કે. જે. સિંઘે આ કાર્યક્રમમાં આવેલા મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">