Day Care : તમારા બાળકને ડે કેરમાં મોકલતા પહેલા, આ 5 વાતો ધ્યાનમાં રાખો
સમયના અભાવે અથવા અન્ય ઘણા કારણોસર, ઘણા માતા-પિતા તેમના બાળકોને ડે કેરમાં રાખે છે. જો તમે પણ તમારા બાળકને ડે કેરમાં મોકલો છો અથવા મોકલવાનું વિચારી રહ્યા છો, તો તે પહેલાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણી લો.

ડે કેર આજકાલ ખુબ પોપ્યુલર બન્યું છે. આજના સમયમાં વર્કિંગ મહિલાઓ બાળકોને ડે કેરમાં મોકલે છે. કેટલાક બાળકોને ડે કેર એટલા માટે મોકલવામાં આવે છે કારણ કે,કેટલીક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. આનાથી બાળક વ્યસ્ત રહે છે અને તેની શીખવાની ક્ષમતા પણ વિકસે છે.

ભલે દરેક માતા-પિતા પોતાના બાળકો વિશે ખૂબ જ ચિંતિત હોય છે, પરંતુ તેમ છતાં જો તમે કોઈ કારણસર બાળકોને ડે કેરમાં મોકલી રહ્યા છો, તો તેમની સલામતી અને તેમના માનસિક સ્વાસ્થ્ય વિશે વધુ સાવધ રહેવાની જરૂર છે.

ઘણી વખત નાના બાળકો તેમના માતાપિતા કે બીજા કોઈને વાતો કહી શકતા નથી. આવી સ્થિતિમાં, ઘણા કિસ્સાઓ એવા જોવા મળે છે જ્યારે કેટલાક ડે કેર સેન્ટરોમાં બાળકો સાથે ખૂબ જ કડક વર્તન અપનાવવામાં આવે છે. જોકે એવું જરૂરી નથી કે આવું દરેક જગ્યાએ થાય, છતાં પણ આપણે સાવધ રહેવાની જરૂર છે. ચાલો જાણીએ કે માતાપિતાએ તેમના બાળકને ડે કેરમાં મોકલતા પહેલા કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

ઘણા માતા-પિતા 6 મહિના પછી જ તેમના બાળકને થોડા કલાકો માટે ડે કેરમાં મોકલવાનું શરૂ કરે છે, પરંતુ આવું ન કરવું જોઈએ. આ સમય સુધીમાં, બાળકને ભાવનાત્મક જોડાણની ખૂબ જરૂર હોય છે અને તેનું સ્વાસ્થ્ય પણ સંવેદનશીલ હોય છે. આવી સ્થિતિમાં, બાળક એક વર્ષનું થાય ત્યારે જ તેને ડે કેરમાં મોકલવું યોગ્ય છે.

જો તમે તમારા બાળક માટે ડે કેર પસંદ કરી રહ્યા છો, તો ત્યાંના શિક્ષકોને મળો અને તેમના વિશે જાણો જેથી ખાતરી કરી શકાય કે ત્યાં બાળકની યોગ્ય રીતે સંભાળ રાખી શકાય છે કે નહીં. આ ઉપરાંત, ડે કેરના રિવ્યુ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે લેવા જોઈએ. ડે કેર રજિસ્ટ્રર્ડ છે કે નહીં તે પણ ધ્યાનમાં રાખો. ત્યાં બાળકોને કઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે તે જાણવું પણ મહત્વપૂર્ણ છે.

જો તમે તમારા બાળકને ડે કેરમાં મોકલો છો, તો હંમેશા તેના વર્તન પર નજર રાખો. તમારા બાળકની વાત કરવાની રીત, તેની આદતો અને બીજી બધી બાબતો પર નજર રાખો કે ફેરફાર નેગેટિવ છે કે પોઝિટિવ. ડે કેર પછી તમારા બાળક સાથે સમય વિતાવો અને જાણો કે શું તે અસ્વસ્થતા અનુભવી રહ્યો છે.

જ્યારે બાળકોની સુરક્ષાની વાત આવે છે, ત્યારે એ મહત્વનું છે કે , તમે ડેકેરમાં કેમેરાની સ્થિતિથી વાકેફ હોવ. ડે કેરમાં કેમેરા યોગ્ય જગ્યાએ લગાવવામાં આવ્યા છે કે નહીં તે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આની મદદથી, જ્યારે પણ જરૂર પડે, તમે જોઈ શકો છો કે બાળક કોઈ પ્રકારના ખરાબ અનુભવનો સામનો કરી રહ્યું છે કે નહીં.

જ્યારે તમે તમારા બાળકને ડે કેરમાં મોકલો છો, ત્યારે સમયનું જરુર ધ્યાન રાખો. ઘણા માતા-પિતા શરૂઆતમાં જ પોતાના બાળકને આખો દિવસ ડે કેરમાં છોડી દે છે. આના કારણે, બાળકનો તેના માતાપિતા પ્રત્યેનો લગાવ ઓછો થઈ શકે છે અથવા તે ઘણો પરેશાન થઈ શકે છે. તેથી, બાળકને દિવસમાં 4 થી 5 કલાકથી વધુ સમય માટે ડે કેરમાં ન છોડો. ધીમે ધીમે, જેમ જેમ તે આદત બની જાય છે, તેમ તેમ તમે સમય વધારી શકો છો. (photo : canva)
દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. લાઈફસ્ટાઈલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
