જો તમને નિરાંતની ઊંઘ જોઈતી હોય તો કરો આ યોગાસન, બેડ પર સૂતાની સાથે આવી જશે સરસ ઊંઘ

Yoga For Better Sleep : શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. ઘણા લોકોને ઊંઘ લેવામાં તકલીફ થતી હોય છે. જેને અનિદ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. સારી ઊંઘ મેળવવા માટે 4 યોગાસનો કરવા ખૂબ જ ફાયદાકારક છે. આ યોગાસનો તમે રાત્રે સૂતા પહેલા બેડ પર કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 4:40 PM
Yoga For Better Sleep : શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. ઘણા લોકોને ઊંઘ લેવામાં તકલીફ થતી હોય છે. જેને અનિદ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. સારી ઊંઘ મેળવવા માટે 4 યોગાસનો કરવા ખૂબ જ ફાયદાકારક છે. આ યોગાસનો તમે રાત્રે સૂતા પહેલા બેડ પર કરી શકો છો.

Yoga For Better Sleep : શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. ઘણા લોકોને ઊંઘ લેવામાં તકલીફ થતી હોય છે. જેને અનિદ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. સારી ઊંઘ મેળવવા માટે 4 યોગાસનો કરવા ખૂબ જ ફાયદાકારક છે. આ યોગાસનો તમે રાત્રે સૂતા પહેલા બેડ પર કરી શકો છો.

1 / 5
વિરાસન - આ આસન કરવા માટે વજ્રાસનની મુદ્રામાં ઘૂંટણને સહેજ પહોળા કરો. પછી કમર અને ગરદનને સીધી રાખીને આંખ આગળની તરફ રાખો અને છાતીને જમીન તરફ લાવો. તમારા બંને હાથ આગળ ફેલાવીને જમીન પર રાખો. 2 થી 3 મિનિટ આ સ્થિતિમાં રહો. તમે કમર અને કરોડરજ્જુમાં તણાવ અનુભવશો.

2 / 5
વજ્રાસન - ઝડપી અને સારી ઊંઘ મેળવવા માટે વજ્રાસન એ ખૂબ જ ફાયદાકારક યોગાસન છે. આ યોગાસન કરવા માટે બેડ પર તમારા ઘૂંટણ પર બેસો. ફોટોમાં જે મુદ્રા બતાવી છે તે પ્રમાણે તમારા ઘૂંટણ પર બેસો અને પંજાને પાછળની તરફ ફેલાવો. વજ્રાસનમાં કમર, ગરદન અને છાતીને આગળ રાખો અને 2 થી 3 મિનિટ સુધી ઊંડા શ્વાસ લો. આ યોગાસન તમને સારી ઊંઘ લેવામાં મદદ કરશે.

3 / 5
સુપ્ત બદ્ધ કોણાસન- સૂતા પહેલા સુપ્ત બદ્ધ કોણાસન પણ કરી શકાય છે. તે તમારા શરીરમાંથી તણાવ દૂર કરવામાં મદદ કરે છે. આ માટે બેડ પર બેસો અને બંને પગના તળિયાને એકસાથે જોડો. હવે પલંગ પર કમરની પાછળ ગોળ ઓશીકું મૂકો અને ધીમે ધીમે ફોટોમાં બતાવેલી સ્થિતીમાં આવો. ધ્યાન રાખો કે તમારી છાતી ઉપરની તરફ હોવી જોઈએ. આ માટે તમે માથાની નીચે બીજું ઓશીકું પણ મૂકી શકો છો.

4 / 5
જાનુશીર્ષાસન- શાંતિપૂર્ણ ઊંઘ મેળવવા માટે જાનુશીર્ષાસન પણ સૂતા પહેલા કરી શકાય છે. જાનુ શીર્ષાસન કરવા માટે બેડ પર બેસીને જમણો પગ આગળની તરફ ફેલાવો. આ પછી ડાબા પગના તળિયાને જમણી જાંઘની નજીક મૂકો. હવે પેટના નીચેના ભાગને જમણા ઘૂંટણ તરફ વાળો. એ જ રીતે બીજા પગ સાથે પુનરાવર્તન કરો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

જાનુશીર્ષાસન- શાંતિપૂર્ણ ઊંઘ મેળવવા માટે જાનુશીર્ષાસન પણ સૂતા પહેલા કરી શકાય છે. જાનુ શીર્ષાસન કરવા માટે બેડ પર બેસીને જમણો પગ આગળની તરફ ફેલાવો. આ પછી ડાબા પગના તળિયાને જમણી જાંઘની નજીક મૂકો. હવે પેટના નીચેના ભાગને જમણા ઘૂંટણ તરફ વાળો. એ જ રીતે બીજા પગ સાથે પુનરાવર્તન કરો. નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">