Jamnagar : PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ, પોલીસ વડા સહિત 10 IPS અધિકારીઓ રહેશે હાજર, જુઓ Video

Jamnagar : PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ, પોલીસ વડા સહિત 10 IPS અધિકારીઓ રહેશે હાજર, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2024 | 2:57 PM

ગુજરાત એટીએસને વડાપ્રધાનની સભાસ્થળની સુરક્ષાની જવાબદારી સોંપાઈ છે. આજથી 2 દિવસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સભા ગજાવશે. ત્યારે ATSના શિરે વડાપ્રધાનની જામનગરની સભાની સુરક્ષાની જવાબદારી આપી છે.

જામનગરમાં વડાપ્રધાનની સભાને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ છે. ગુજરાત એટીએસને વડાપ્રધાનની સભાસ્થળની સુરક્ષાની જવાબદારી સોંપાઈ છે. આજથી 2 દિવસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સભા ગજાવશે. ત્યારે ATSના શિરે વડાપ્રધાનની જામનગરની સભાની સુરક્ષાની જવાબદારી આપી છે. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે.

PMની સભામાં બાધા ઉભી ન કરવા ક્ષત્રિયોએ અપીલ કરી છે છતા તંત્ર એલર્ટ આપ્યુ છે. PM મોદીના સભા સ્થળ સિવાયના સ્થળોએ પણ ATSની નજર છે. જામનગરમાં એડિશનલ DGની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સુરક્ષાની સમીક્ષા કરી છે.

PMના રૂટ અને સભા સ્થળે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લોકસભાની બેઠકમાં જામનગર, દ્વારકાના જિલ્લા પોલીસ વડા સહિત 10 IPS અધિકારીઓની હાજરી છે. PMના કાર્યક્રમને લગતી ઝીણામાં ઝીણી વિગતો સાથે પોલીસ બંદોબસ્તનો પ્લાન તૈયાર કરાયો છે.

ગુજરાત સહિત દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">