Video: ડીસામાં કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કહ્યું- એક સમયે 400 બેઠક ધરાવતી કોંગ્રેસને આજે તેમના જ નેતા મત ના આપી શકે તેવી દારુણ સ્થિતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતમાં છ જાહેરસભા સંબોધવા માટે અમદાવાદ એરપોર્ટ પર પહોચ્યા હતા. જ્યા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહીતના આગેવાનો અને અધિકારીઓએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ડીસાાં જાહેરસભા સંબોધન કર્યું હતું. ત્યાર બાદ તેઓ સાબરકાંઠાના હિંમતનગરમાં જાહેરસભાને સંબોધન કરશે.

| Updated on: May 01, 2024 | 5:54 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસથી, બે દિવસ રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરુ કર્યો છે. આજે ગુજરાતમાં સૌ પ્રથમ જાહેરસભા, બનાસકાંઠા ડીસામાં સંબોધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ભારત માતાના જયનારાથી શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, મા અંબાના ચરણોમાં આવીને પહેલી સભા સંબોધવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે..

કોંગ્રેસ હવે બંધારણ બદલવાનો ડર લોકોને બતાવે છે

કોંગ્રેસના શહેજાદેએ ઓબીસી સમાજને, મોદી સમાજને ચોર કહ્યા, ગુજરાતીઓ પ્રત્યે નફરત ફેલવવામાં પાછળ ના રહ્યાં. 2024માં નવુ જુઠ્ઠાણુ લઈને આવ્યા છે. બંધારણનો ડર બતાવી રહ્યાં છે. ગપ્પાબાજી કરે છે. બે તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. તેમાં કોંગ્રેસ ધ્વસ્ત થઈ ગયું છે. રાજસ્થાનમાં એક બેઠક પણ નહી મળે.

મહોબ્બતની દુકાન ચલાવવા નીકળ્યા હતા. તેમાં હવે ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે. જનતા પાસે જવા માટે સત્ય શબ્દ નથી, તેથી ફેક ફેકટરીની રૂપમાં મહોબ્બતની દુકાન ચલાવે છે. આ મોદી જ્યા સુધી જીવતા છે, ત્યા સુધી ક્યારેય ધર્મના આધારે અનામતનો ખેલ કોંગ્રેસને ખેલવા નહી દઉ તેમ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું.

ગમે એટલી ગરમી હોય મતદાન અવશ્ય કરવા મોદીની અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાનના દિવસે રહેનાર હીટવેવને ધ્યાને લઈને અપિલ કરી હતી કે, ગરમી ગમે એટલી હોય પરંતુ મતદાન અવશ્ય કરજો અને ભાજપને જીતાડજો.

આ પણ વાંચો: Jamnagar : PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ, પોલીસ વડા સહિત 10 IPS અધિકારીઓ રહેશે હાજર, જુઓ Video

Follow Us:
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">