કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

01 May, 2024

કેનેડા એ ભણવા માટે વિદ્યાર્થીઓ માટે પહેલી પસંદ બની છે.

ત્યારે હવે મોટી સંખ્યામાં ગુજરાત થી દર વર્ષે લોકો મોટી સંખ્યામાં કેનેડા જતાં હોય છે.

કેનેડા સરકારે વિદ્યાર્થીઓ માટે નવો આદેશ જાહેર કર્યો છે.

આ નિયમ હેઠળ હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અઠવાડિયામાં માત્ર 24 કલાક કોલેજ કેમ્પસની બહાર કામ કરી શકશે.

અગાઉ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને 20 કલાકથી વધુ સમય માટે કેમ્પસની બહાર કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

પરંતુ આ અસ્થાયી નીતિ 30 એપ્રિલે નાબૂદ કરવામાં આવી હતી.

માર્ક મિલરે કહ્યું કે અમે કેમ્પસની બહાર કામ કરવાની સમય મર્યાદા ઘટાડીને અઠવાડિયામાં માત્ર 24 કલાક કરી રહ્યા છીએ.

સપ્ટેમ્બરથી, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કેમ્પસની બહાર માત્ર 24 કલાક કામ કરી શકશે.

તેઓ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે, તેથી આ કરવામાં આવી રહ્યું છે.

માર્ક મિલરે કહ્યું કે કેમ્પસમાં કામ કરવાથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કામનો અનુભવ મળે છે. તે કેટલાક ખર્ચાઓને ટાળવામાં પણ મદદ મળશે.