Spam Call: લોન અને ક્રેડિટ કાર્ડ લેવા અંગે વારંવાર આવતા કોલ્સથી પરેશાન છો? તો કરી લો બસ આટલું
દિવસભર બેંક કે લોન સંબંધિત કોલ્સ આવતા રહે છે અને હવે તમે કોઈપણ કિંમતે તેમાંથી છુટકારો મેળવવા માંગો છો, તો એક સરકારી એપ તમને આ બધા સ્પામ કોલ્સથી છુટકારો અપાવી શકે છે.

જો તમને પણ દિવસભર બેંક કે લોન સંબંધિત કોલ્સ આવતા રહે છે અને હવે તમે કોઈપણ કિંમતે તેમાંથી છુટકારો મેળવવા માંગો છો, તો એક સરકારી એપ તમને આ બધા સ્પામ કોલ્સથી છુટકારો અપાવી શકે છે. ઘણી વખત એવું પણ બને છે કે આપણે આવા કોલ્સ આવતા નંબર ડિલીટ કરી દઈએ છીએ પણ પછી ફરીથી બીજા નંબરથી કોલ્સ આવવા લાગે છે.

તો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આ માટે, તમારે પ્લે સ્ટોર પર જઈને DND TRAI એપ ઇન્સ્ટોલ કરવી પડશે અને થોડા સ્ટેપ્સ ફોલો કર્યા પછી તમારું કામ થઈ જશે. આ પછી, તમને લોન, ક્રેડિટ કાર્ડ કે આવા અન્ય પ્રમોશનલ કોલ્સ એક બે સેટિંગ્સ ચેન્જ કરીને બંધ કરી શકશો. ચાલો આપણે ઝડપથી આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ.

પ્રમોશનલ કોલ્સથી છુટકારો મેળવવા માટે, તમારે પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી DND TRAI નામની એપ ડાઉનલોડ કરવી પડશે. આ એક સરકારી એપ છે અને iOS અને Android બંને પ્લેટફોર્મ પર એકદમ મફત ડાઉનલોડ કરી શકાય છે. આવી સ્થિતિમાં, આ એપ ડાઉનલોડ કર્યા પછી:

સ્ટેપ 1: તમારા ફોન નંબરની મદદથી OTP દ્વારા એપમાં લોગિન કરો.

સ્ટેપ 2: આ પછી, તમારી સામે એક ડેશબોર્ડ ખુલશે જેની મદદથી તમે ઘણા પ્રકારના પગલાં લઈ શકો છો.

સ્ટેપ 3: અહીં સૌ પ્રથમ તમે ઉપર બતાવેલ ચેન્જ પ્રેફરન્સ પર ટેપ કરીને પસંદ કરી શકો છો કે તમારે કયા કોલ રિસીવ કરવા જોઈએ અને કયા નહીં.

સ્ટેપ 4: હવે તમે DND કેટેગરીમાં પ્રમોશનલ કોમ્યુનિકેશન બ્લોક, બેંકિંગ/ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સ/વીમા/ક્રેડિટ કાર્ડ્સ, રિયલ એસ્ટેટ અને શિક્ષણ વગેરે જેવા ચોક્કસ પ્રકારના કોલને બ્લોક કરવા માટે Fully Block માંથી વિકલ્પ પસંદ કરી શકો છો.

સ્ટેપ 5: આ પછી તમે DND કેટેગરીમાં પસંદ કરેલા વિકલ્પ માટે કોલ અથવા SMS બ્લોક કરવા કે નહીં તે પસંદ કરી શકો છો.

સ્ટેપ 6: આ પછી તમે દિવસ પસંદ કરીને ક્યારે કોલ આવે છે અને ક્યારે નહીં તે પણ સેટ કરી શકો છો.

સ્ટેપ 7: છેલ્લે તમે નક્કી કરી શકો છો કે તમારે કયા સમયે કોલ રિસીવ કરવા જોઈએ કે નહીં.

અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે જો તમે તમારી ડીએનડી પસંદગીમાં ફુલ્લી બ્લોક અથવા બેંકિંગ / ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ / વીમા / ક્રેડિટ કાર્ડ્સ પસંદ કરો છો, તો પણ તમને તમારી બેંક તરફથી મહત્વપૂર્ણ કોલ્સ અને એસએમએસ મળતા રહેશે. આ એવા કોલ્સ અને એસએમએસ હશે જે બેંક દ્વારા તેના ગ્રાહકને મોકલવા જરૂરી છે જેમ કે ઓટીપી અથવા બેંકની કોઈપણ સેવા સંબંધિત કોઈપણ મહત્વપૂર્ણ અપડેટ.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો
