Earbuds પર જામી ગઈ છે ગંદકી? આ ટ્રિકથી સાફ કરી બનાવો ચકચકાટ
How To Clean Earbuds: ઇયરબડ્સ ઝડપથી પરસેવો, કાનનો મેલ, ધૂળ જેવા પદાર્થથી જલદી ગંદા થઈ જાય છે. આ ગંદકી Earbudsને ખરાબ કરે છે તે સાથે તેની સાઉન્ડ ક્વાલિટી પર પણ તેની અસર પડે છે. ત્યારે તેને સાફ કરવા માટે કોઈ મોંઘા સફાઈ કીટ જરૂરી નથી, આ ઘરગથ્થુ વસ્તુઓથી પણ તમે તમારા ઇયરબડ્સને ફરીથી નવા જેવા બનાવી શકો છો.

તમારા ઇયરબડ્સ કદાચ તમારા સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ગેજેટ્સમાંનું એક છે. જીમમાં, લાંબા ઝૂમ કોલ્સ પર અથવા પથારીમાં તમારી મનપસંદ ટીવી સિરિઝ જોતી વખતે, આપણે તેમને દરેક જગ્યાએ તેનો ઉપયોગ કરીએ છે. પરંતુ આ નાના ઇયરબડ્સ ઝડપથી પરસેવો, કાનનો મેલ, ધૂળ જેવા પદાર્થથી જલદી ગંદા થઈ જાય છે. આ ગંદકી Earbudsને ખરાબ કરે છે તે સાથે તેની સાઉન્ડ ક્વાલિટી પર પણ તેની અસર પડે છે. ત્યારે તેને સાફ કરવા માટે કોઈ મોંઘા સફાઈ કીટ જરૂરી નથી, આ ઘરગથ્થુ વસ્તુઓથી પણ તમે તમારા ઇયરબડ્સને ફરીથી નવા જેવા બનાવી શકો છો.

સિલિકોન અથવા ફોમ ટિપને સાબુ અને પાણીથી ધોઈ લો: જો તમારા ઇયરબડ ટિપ દૂર કરી શકાય તેવા હોય, તો તેને હળવેથી દૂર કરો. એક નાના બાઉલમાં પાણી અને હળવો ડીશ વોસ સાબુથી તેને ધોઈ લો. ટીપ્સને 15-20 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો. પછી, તમારી આંગળીથી કોઈપણ ગંદકી દૂર કર. તે બાદ ચોખ્ખા પાણીથી ધોઈ લો અને નરમ ટુવાલ પર મૂકી કોરુ પડવા દો.

ઇયરબડનો બાહ્ય ભાગ સાફ કરો: ઇયરબડનો બાહ્ય ભાગ પર પરસેવા , ધૂળના કારણે તેના ગંદકી એકત્રિત થઈ ગઈ હોય છે. તેને સાફ કરવા માટે, તેને માઇક્રોફાઇબર કાપડથી હળવા હાથે સાફ કરો. જો તમારે તેને સંપૂર્ણપણે જંતુમુક્ત કરવાની જરૂર હોય, તો કાપડ અથવા કોટન સ્વેબને થોડા રબિંગ આલ્કોહોલમાં ડુબાડો અને ધીમે ધીમે સાફ કરો. ઇયરબડની અંદર કોઈ આલ્કોહોલ અથવા પ્રવાહી ન જાય તેનું ધ્યાન રાખો.

Earbudsના સ્પીકર પર ચોટેલી ગંદકી દૂર કરો: ઈયરબડનો એ ભાગ જે કાનમાં નાખીએ છે તેના સ્પીકર પર જાળી જેવું હોય છે અને તેના પર ગંદકી જમા થયેલી જોવા મળશે તેને એક કોટનથી હળવા હાથે સાફ કરી લો. તેની ધારોમાંથી ગંદકી દૂર ના થાય તો પાતળી સળી લઈને તેની ધારો માંથી ગંદકી દૂર કરો પણ ધ્યાન રાખવું લાકડી સ્પીકરમાં ના જતી રહે.

Earbudsનું કવર સાફ કરો : જો તમારા ઇયરબડ્સ કરવ પણ સાફ કરો. તેને પણ કોટન પર સહેજ વિનેગર લઈ બાહ્ય તેમજ અંદરના ભાગને સાફ કરી લો. ધ્યાન રાખો કે વિનેગરમાં કોટન ડુબોડીને નીતારીને લુછવુ નહીં તો બડ્સના અંદરના ભાગમાં વિનેગરના ટીપા પડી શકે છે અને તે તમારા Earbudsને ખરાબ કરી શકે છઠે.

ચાર્જિંગ તેમજ બડ્સનું કેસ સાફ કરો: ઈયરબડનું કેસ હોય તો તેને પણ સાફ કરવું જરુરી છે. તેને સૂકા કપડાથી અંદર અને બહાર સાફ કરો. આ સિવાય તેના ચાર્જિંગ વાયરને એટલે કે ડેટા કેબલ પર ગંદકી જામી હોય તો કોટન પર વિનેગર લઈ વાયરને બરોબર સાફ કરી લો
Wi-Fiની ઈન્ટરનેટ સ્પીડ સ્લો થઈ ગઈ છે? ઘરમાં રાખેલી આ વસ્તુઓ છે જવાબદાર, તરત જ કરી લેજો દૂર, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
