AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : આવતા અઠવાડિયે દલાલ માર્કેટમાં ‘ડિવિડન્ડનો વરસાદ’ થશે, શું તમારા પોર્ટફોલિયોમાં છે આ 5 શેર?

શેરબજારમાં ડિવિડન્ડ પસંદ કરતા રોકાણકારો માટે આવતું અઠવાડિયું ખાસ રહેવાનું છે. ઘણી કંપનીઓએ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે, જેમાં કેટલાંક સ્ટોક્સ શેર દીઠ મજબૂત રિટર્ન આપી રહ્યા છે.

| Updated on: Feb 06, 2026 | 5:28 PM
Share
મજબૂત ત્રિમાસિક પરિણામો અને સ્થિર રોકડ પ્રવાહ (Cash flow) ના જોરે આ કંપનીઓ શેરધારકોને ઈનામ આપી રહી છે. રેકોર્ડ ડેટ નજીક હોવાને કારણે આ ડિવિડન્ડ સ્ટોક્સ પર બજારની ખાસ નજર રહેવાની છે.

1 / 6
સરકારી કંપની Power Finance Corporation (PFC) નું કોર પરફોર્મન્સ મજબૂત રહ્યું છે. કંપનીની NII (નેટ ઇન્ટરેસ્ટ ઇનકમ) વાર્ષિક ધોરણે 19.4% વધીને ₹5,606.5 કરોડ પર પહોંચી છે, જ્યારે નેટ પ્રોફિટમાં 14.6% નો ઉછાળો જોવા મળ્યો છે, જે ₹4,763.3 કરોડ રહ્યો છે. નફામાં આ ગ્રોથ પાછળનું મુખ્ય કારણ પ્રોવિઝનમાં થયેલો ધરખમ ઘટાડો છે; સપ્ટેમ્બર ક્વાર્ટરના ₹242 કરોડની સામે પ્રોવિઝન 98% ઘટીને માત્ર ₹5 કરોડ રહી ગયું છે. PFC ના બોર્ડે શેર દીઠ ₹4 ના વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી છે. આ ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ શુક્રવાર, 20 ફેબ્રુઆરી 2026 નક્કી કરવામાં આવી છે.

2 / 6
ડિસેમ્બર ત્રિમાસિકમાં Page Industries નો નફો વાર્ષિક ધોરણે 7.4% ઘટીને ₹189.5 કરોડ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન કંપનીની આવક (Revenue) 5.6% વધીને ₹1,386.8 કરોડ થઈ છે, જ્યારે EBITDA 5% ના ઉછાળા સાથે ₹318 કરોડ રહ્યો છે. EBITDA માર્જિન લગભગ સ્થિર રહ્યું છે અને 22.9% પર જળવાઈ રહ્યું છે. કંપનીએ શેર દીઠ ₹125 ના વચગાળાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. આ માટેની રેકોર્ડ ડેટ 11 ફેબ્રુઆરી 2026 નક્કી કરવામાં આવી છે.

3 / 6
હીરો મોટોકોર્પે Q3 માં ₹1,348.5 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જ્યારે PBT (એક્સેપ્શનલ આઇટમ્સ પહેલા) વાર્ષિક ધોરણે 19% વધીને ₹1,896 કરોડ રહ્યો છે. ત્રિમાસિક રેવન્યુ ₹12,328.3 કરોડ રહી છે. EBITDA ₹1,809.9 કરોડ રહ્યો અને માર્જિન 14.7% પર પહોંચી ગયું છે, જે પ્રાઇસિંગ એક્શન અને ઓપરેશનલ એફિશિયન્સીને કારણે મજબૂત થયું છે. કંપનીના બોર્ડે FY26 માટે 5,500% વચગાળાનું ડિવિડન્ડ મંજૂર કર્યું છે, એટલે કે ₹2 ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર પર ₹110નું ડિવિડન્ડ મળશે. આ માટે 11 ફેબ્રુઆરી 2026 ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. કંપનીએ જણાવ્યું છે કે, 7 માર્ચ 2026 સુધીમાં ડિવિડન્ડની ચુકવણી કરી દેવામાં આવશે.

4 / 6
સરકારી રેલ કંપની રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) નો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 3.7% વધીને ₹323 કરોડ રહ્યો છે. કંપનીની આવક (Revenue) વાર્ષિક ધોરણે 2.6% વધીને ₹4,684 કરોડ થઈ છે. જો કે, EBITDA વાર્ષિક ધોરણે 8% ઘટીને ₹220.8 કરોડ રહ્યો છે. EBITDA માર્જિનમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો છે અને તે 4.7% પર આવી ગયું છે, જે ગયા વર્ષે 5.2% હતું. RVNL ના બોર્ડે શેર દીઠ ₹1 ના વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી છે. આ ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ 11 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે.

5 / 6
VRL Logistics નો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 9% વધીને ₹64.75 કરોડ રહ્યો છે, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ₹59.42 કરોડ હતો. જો કે, આ ક્વાર્ટર દરમિયાન કંપનીની કુલ આવક ₹831 કરોડ પર સ્થિર રહી છે. કંપનીના બોર્ડે શેર દીઠ ₹5 ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. જો કે, આની રેકોર્ડ ડેટ પછીથી જાહેર કરવામાં આવશે.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ પણ વાંચો: Stock Market : 1 શેર પર 300 રૂપિયા કમાવાની તક, લાંબા સમયથી શાંત રહેલો આ શેર હવે કરશે ‘કમબેક’

g clip-path="url(#clip0_868_265)">