AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દોડતી ચાંદીને કોની નજર લાગી ? આ ધાતુમાં હવે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ ઊભી થઈ, રોકાણકારો ‘પાયમાલ’ થયા

ચાંદીના બજારમાં હાલમાં જે પ્રકારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આ ઉથલપાથલને જોતા પ્રશ્ન થાય છે કે, શું ચાંદીમાં તેજીનો ખેલ હવે ખતમ થઈ ગયો છે?

| Updated on: Feb 06, 2026 | 6:13 PM
Share
વર્ષ 2026ની શરૂઆતમાં ચાંદીના ભાવ રોકાણકારો માટે કોઈ રોલર-કોસ્ટર રાઈડથી ઓછા નથી રહ્યા. જાન્યુઆરીના અંત સુધી રેકોર્ડ તેજી બતાવ્યા બાદ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ચાંદીના ભાવમાં અચાનક મોટો કડાકો જોવા મળ્યો છે.

1 / 10
રિસર્ચ રિપોર્ટ મુજબ, આ ઘટાડો સપ્લાયની કમીને કારણે નહીં પરંતુ હાઈ લીવરેજ (High Leverage), વ્યાજ દરોમાં ફેરફાર અને પોઝિશન કટ થવાને કારણે આવ્યો છે. હવે બજારમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ચાંદીના ભાવ હજુ કેટલા નીચે જઈ શકે છે?

2 / 10
કેડિયા એડવાઇઝરીના 6 ફેબ્રુઆરી 2026ના અહેવાલ મુજબ, વર્ષ 2026ની શરૂઆતમાં ચાંદી પ્રતિ ઔંસ આશરે $72.40 ની આસપાસ હતી પરંતુ જાન્યુઆરીના અંત સુધીમાં તેમાં લગભગ 68% નો ઉછાળો જોવા મળ્યો અને ભાવ $121 પ્રતિ ઔંસની નજીક પહોંચી ગયા હતા. ત્યારબાદ માત્ર થોડા જ દિવસોમાં ચાંદી 40% થી વધુ તૂટીને આશરે $70 પ્રતિ ઔંસ પર આવી ગઈ છે. અહેવાલમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, આ ઘટાડો વર્ષ 1980 અને વર્ષ 2011ના મોટા કડાકાની યાદ અપાવે છે પરંતુ આ વખતે સ્થિતિ થોડી અલગ છે.

3 / 10
અહેવાલ જણાવે છે કે, આ તેજી પાછળ શરૂઆતમાં મજબૂત કારણો હતા. ઔદ્યોગિક માંગ (Industrial Demand) મજબૂત હતી અને કુલ વપરાશમાં ઉદ્યોગોનો હિસ્સો અંદાજે 55% થી 60% જણાવવામાં આવ્યો છે. ખાસ કરીને સોલાર ઇન્સ્ટોલેશનમાં વાર્ષિક 40% થી 45% નો વધારો, ઇલેક્ટ્રિફિકેશન અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરની માંગે ચાંદીને મોટો ટેકો આપ્યો હતો. આ સાથે જ, Geo-political તણાવ અને સરળ નાણાકીય સ્થિતિની આશાઓએ 'સેફ-હેવન' (Safe-haven) માંગમાં પણ વધારો કર્યો હતો.

4 / 10
બીજું કે, જેમ-જેમ કિંમતો ઝડપથી ઉપર વધતી ગઈ, બજારમાં અસલી ચાલક પરિબળો (Drivers) બદલાઈ ગયા. અહેવાલ મુજબ, આ તેજીમાં મૂળભૂત પરિબળો (Fundamentals) કરતા પોઝિશનિંગ અને લીવરેજનો રોલ વધી ગયો હતો. માત્ર જાન્યુઆરી મહિનામાં જ સિલ્વર સાથે જોડાયેલા ETFમાં $3 અબજથી વધુનો ઇનફ્લો (મૂડી રોકાણ) આવ્યો અને ફ્યુચર્સ માર્કેટમાં ઓપન ઇન્ટરેસ્ટ ઝડપથી વધ્યો. વધુમાં રિટેલ રોકાણકારોની ભાગીદારી પણ અચાનક વધી ગઈ. આ જ કારણ રહ્યું કે, ચાંદી એક “ક્રાઉડેડ ટ્રેડ” (Crowded Trade) બની ગઈ.

5 / 10
ઘટાડાનું અસલી ટ્રિગર પોઈન્ટ અમેરિકાની નાણાકીય નીતિ (Monetary Policy) અંગે અચાનક બદલાયેલી અપેક્ષાઓ રહી છે. અહેવાલ મુજબ, રિયલ યીલ્ડ (Real Yield) આશરે 40 થી 50 બેસિસ પોઈન્ટ સુધી વધી અને માત્ર 7 દિવસમાં ડોલર ઇન્ડેક્સ 2.5% થી વધુ ઉછળ્યો છે. ચાંદીનો રિયલ યીલ્ડ સાથે ઐતિહાસિક રીતે ઊંડો સંબંધ રહ્યો છે, તેથી આમાં અત્યંત ઝડપી પ્રતિક્રિયા (Reaction) જોવા મળી છે.

6 / 10
આમ જોવા જઈએ તો, જેવી કિંમતો મહત્વના ટેકનિકલ લેવલની નીચે સરકી, એક્સચેન્જોએ માર્જિનની જરૂરિયાતોમાં 20% થી 25% સુધીનો વધારો કરી દીધો. આના કારણે રોકાણકારોએ મજબૂરીમાં પોતાની પોઝિશન કાપવી પડી. ત્યારબાદ એલ્ગોરિધમિક સેલિંગ (Algorithmic Selling) શરૂ થયું અને ETF માંથી રિડેમ્પ્શન (નાણાં પાછા ખેંચવાનું પ્રમાણ) વધવા લાગ્યું. માત્ર એક અઠવાડિયાની અંદર ફ્યુચર્સ ઓપન ઇન્ટરેસ્ટમાં 35% થી 40% સુધીનો ઘટાડો નોંધાયો છે, જેને રિપોર્ટે ક્લાસિક “ડી-લીવરેજિંગ કેસ્કેડ” (De-leveraging Cascade) ગણાવ્યું છે.

7 / 10
અહેવાલ એ પણ સ્પષ્ટ કરે છે કે, આ ઘટાડો ભૌતિક માંગ (Physical Demand) તૂટવાને કારણે કે માઇન સપ્લાય (ખાણ પુરવઠો) વધવાને કારણે નથી આવ્યો. આને એક પ્રકારનું 'ફાઇનાન્શિયલ રીસેટ' (Financial Reset) ગણાવવામાં આવ્યું છે, જેમાં જરૂરિયાત કરતા વધુ સટ્ટાખોરી અને લીવરેજ બજારમાંથી બહાર નીકળી ગયા છે. ટૂંકમાં, હવે કિંમતો ફરીથી મૂળભૂત પરિબળો (Fundamentals) તરફ પરત ફરી રહી છે.

8 / 10
હવે સૌથી મહત્ત્વનો પ્રશ્ન આગળના લેવલ્સને લઈને છે. ટેકનિકલ આઉટલુક મુજબ, જો ચાંદી $70 પ્રતિ ઔંસની નીચે ટકીને સરકે છે, તો આગામી મોટો સપોર્ટ આશરે $54.50 પ્રતિ ઔંસની આસપાસ માનવામાં આવે છે. બીજી તરફ, ઉપરની તરફ $94.80 પ્રતિ ઔંસ એક અત્યંત મજબૂત રેઝિસ્ટન્સ ઝોન છે. વધુમાં, જ્યાં સુધી કિંમતો આ લેવલની ઉપર ટકીને બંધ ન થાય, ત્યાં સુધી બજારનું વલણ નબળું અથવા ન્યુટ્રલ (તટસ્થ) માનવામાં આવશે.

9 / 10
અહેવાલનો સ્પષ્ટ નિષ્કર્ષ છે કે, વર્ષ 2026 નો આ ઘટાડો વર્ષ 1980 જેવો મોટો જરૂર છે અને વર્ષ 2011 જેવો મિકેનિકલ (ટેકનિકલ) પણ છે પરંતુ તેનું સ્વરૂપ સંપૂર્ણપણે આધુનિક છે. આ ઘટાડો ફંડામેન્ટલ્સ (મૂળભૂત પરિબળો) ને કારણે નહીં પરંતુ લીવરેજ અને ફાઇનાન્શિયલ પોઝિશનિંગની 'સફાઈ' છે. હાલમાં રોકાણકારો માટે સંદેશ એ જ છે કે, જ્યાં સુધી ચાંદી $94.80 ની ઉપર નથી નીકળતી, ત્યાં સુધી સાવધ રહેવું એ જ શ્રેષ્ઠ વ્યૂહરચના ગણાશે.

10 / 10

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

g clip-path="url(#clip0_868_265)">