સાબરકાંઠાના પ્રાંતિજના સલાલ ગામે ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
સ્વાસ્થ્યને હાનિકારક બનાવટી દૂધ તૈયાર કરીને પેકિંગ કરીને બજારમાં વેચવામાં આવતુ હતુ. એલસીબી પોલીસે દરોડા દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ સાથે રાખી કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મુખ્ય આરોપી ધમો ઉર્ફે રાકેશ પટેલ દરોડો પડતા ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
સાબરકાંઠાના પ્રાંતિજના સલાલ ગામમાંથી પોલીસે, આરોગ્ય માટે અતિ જોખમી એવુ ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરથી બનાવવામાં આવતા કૃત્રિમ દૂધ, બનાવટી દૂધ બનાવવાનો કાચો માલસામાન અને મશીનરી સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
સાબરકાંઠાના પ્રાંતિજની એલસીબી પોલીસે, બાતમીના આધારે સલાલ ગામે દરોડા પાડ્યા હતા.દરોડા દરમિયાન, ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. ફેકટરીમાંથી બનાવટી આરોગ્ય માટે જોખમી એવુ કૃત્રિમ દૂઘ બનાવવા માટે વપરાતો ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતર સાથે પામોલીન તેલ, સોયાબીન તેલ, કોસ્ટીક સોડા અને દૂધ પાવડરનો જથ્થો ઝડપાયો છે. આરોપીઓ બનાવટી દૂધ બનાવવા માટે ડિટર્જન્ટ પાઉડર, યુરિયા ખાતર સાથે પામોલીન તેલ, સોયાબીન તેલ, કોસ્ટીક સોડા અને દૂધના પાવડરનો ઉપયોગ કરતા હતા.
સ્વાસ્થ્યને હાનિકારક બનાવટી દૂધ તૈયાર કરીને પેકિંગ કરીને બજારમાં વેચવામાં આવતુ હતુ. એલસીબી પોલીસે દરોડા દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ સાથે રાખી કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મુખ્ય આરોપી ધમો ઉર્ફે રાકેશ પટેલ દરોડો પડતા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. એલસીબીએ દરોડો પાડી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. એક સગીર પણ નકલી દૂધના ખેલમાં સામેલ હોવાથી તેની સામે જુવેનાઈલ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે સત્યા ડેરી પ્રોડક્ટ ફેક્ટરીના સંચાલકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
કલમ 307ના ગુનામાં કઈ રીતે સમાધાન થઈ શકે ? દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે: ગુજરાત હાઈકોર્ટ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
