કલમ 307ના ગુનામાં કઈ રીતે સમાધાન થઈ શકે ? દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે: ગુજરાત હાઈકોર્ટ
હાઈકોર્ટે એવો વેધક સવાલ કર્યો હતો કે, 307ની કલમમાં કઈ રીતે સમાધાન થઈ શકે, હાઇકોર્ટ પ્રથમ દૃષ્ટિએ જ માન્યું કે દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે. લોક સાહિત્યકાર દેવાયત ખવડ પર કુલ 6 જેટલા નાના મોટા ગુના નોંધવામાં આવ્યા છે.
લોક સાહિત્યકાર દેવાયત ખવડે તેના પર નોંધાયેલ 307નો કેસ માંડવાળ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં, ક્વોશિંગ પીટીશન કરી છે. ચાંગોદરમાં થયેલી મારામારીની ઘટનાને લઈને, પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ રદ કરવા માટે ક્વોશિંગ પીટીશન કરી છે. દેવાયત ખવડ અને માર ખાનાર એટલે કે ફરિયાદ પક્ષ એમ બંને પક્ષના વકીલે હાઇકોર્ટમાં કહ્યું કે, બંને પક્ષે સમાધાન થયું છે.
આ ક્વોશિંગ પીટીશન વાંચતા જ હાઈકોર્ટે એવો વેધક સવાલ કર્યો હતો કે, 307ની કલમમાં કઈ રીતે સમાધાન થઈ શકે, હાઇકોર્ટ પ્રથમ દૃષ્ટિએ જ માન્યું કે દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે. લોક સાહિત્યકાર દેવાયત ખવડ પર કુલ 6 જેટલા નાના મોટા ગુના નોંધવામાં આવ્યા છે. ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં તપાસ અધિકારી કેસ રિપોર્ટ અને બંને પક્ષકારોને હાજર રહેવા ફરમાન કર્યું છે. હાઈકોર્ટે આ ક્વોશિંગ પીટીશન અંગેની વધુ સુનાવણી આગામી 19 ફેબ્રુઆરી ના રોજ હાથ ધરાશે.
ભાજપના પૂર્વ પ્રધાને કહ્યું- જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
