Breaking News : જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક, રેસ્ક્યુ હાથ ધરીને બચાવાયો, જુઓ Video
જામનગરમાં દરિયામાં એક યુવકના ફસાવાની અજીબોગરીબ ઘટના સામે આવી છે. જાણકારી મળી છે કે જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં એક યુવક ફસાઇ ગયો હતો. આ યુવક દરિયામાં 1 નોટિકલ માઇલ અંદર ચાલીને ગયો હતો. અચાનક પાણીનું સ્તર વધતા દરિયામાં ફસાઇ ગયો હતો. જે પછી તેને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ.

અચાનક પાણીનું સ્તર વધતા ફસાયો યુવક
ઘટના કઇક એવી છે કે જામનગરમાં મોટી ખાવડીમાં એક ખાનગી કંપનીમાં કામ કરતો 30 વર્ષીય પરપ્રાંતીય યુવક અઝીમ મુક્તારખાન શેખ દરિયામાં ગયો હતો. યુવક દરિયામાં 1 નોટિકલ માઇલ અંદર ચાલીને ગયો હતો. જો કે અચાનક પાણીનું સ્તર વધી જતાં તે ફસાઇ ગયો હતો.ફસાયેલા યુવકે તંત્રને ફોન કરી જાણ કરતા તાત્કાલિક રેસ્ક્યુ હાથ ધરાયુ હતુ. પોલીસ, સ્થાનિક તરવૈયા અને 108ના કર્મચારીઓની મદદથી બચાવકાર્ય શરુ કરવામાં આવ્યુ હતુ.
દરિયામાં ફસાયેલા યુવાનને બચાવાયો
દરિયામાં ફસાયેલા યુવકનો જીવ તાળવે ચોંટી ગયો હતો. અચાનક જ દરિયામાં પાણીનું સ્તર વધતા તે ગભરાઇ ગયો હતો. જો કે તંત્રને જાણ થતા તેનું તાત્કાલિક રેસક્યૂ મિશન હાથ ધરાયું હતુ. લગભગ અડધો કલાક તંત્રની જહેમત બાદ આખરે યુવાન દરિયામાં ડૂબતો બચ્યો હતો. દરિયાઈ પથ્થર વાગવાથી યુવાનને સામાન્ય ઇજાઓ થઈ હતી. જે પછી યુવકની સારવાર કરવામાં આવી હતી.
ગુજરાતના દરેક શહેર અને જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
MP મનસુખ વસાવાએ MLA ચૈતર વસાવા માટે કર્યો અશિષ્ટ ભાષાનો ઉપયોગ - Video
ધર્મની દીવાલ ધરાશાયી! સુરતમાં પ્રેમે લખ્યો નવો ઈતિહાસ, જુઓ Video
ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના ATMP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે PM મોદી