AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

17 ફેબ્રુઆરીથી ગ્રહયોગમાં મોટો ફેરફાર !..બુધ અને ગુરુની કૃપાથી બદલાશે આ 3 રાશિઓનું ભાગ્ય

17 ફેબ્રુઆરીથી ગ્રહોની ચાલમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી શકે છે. બુદ્ધિ, વાણી અને વ્યાપારના કારક ગ્રહ બુધ નવ પંચમ રાજયોગનું સર્જન કરશે, જેના પરિણામે કેટલાક રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવાની શક્યતા છે.

| Updated on: Feb 06, 2026 | 1:56 PM
Share
દૃક પંચાંગના ગણતરી અનુસાર 17 ફેબ્રુઆરીના દિવસે બુધ અને ગુરુ એક સાથે આવતાં શુભ યોગનું નિર્માણ થવાનું છે. આ નવપંચમ રાજયોગના પ્રભાવથી મેષ, કુંભ અને કન્યા રાશિના જાતકોને નોકરી તેમજ વ્યવસાયના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી શકે છે. આ સમય દરમિયાન કારકિર્દીમાં નવી તકઓ મળી શકે છે અને આર્થિક રીતે પણ મજબૂતી આવવાની સંભાવના રહેશે.

1 / 6
વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ ગુરુને સૌથી શુભ અને શક્તિશાળી ગ્રહોમાં સ્થાન આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે ગુરુ એક રાશિમાં લગભગ એક વર્ષ સુધી રહે છે, પરંતુ હાલ તેની ગતિ અસામાન્ય રીતે ઝડપી જોવા મળી રહી છે. આ કારણે વર્ષ 2026 દરમિયાન ગુરુ ત્રણ અલગ-અલગ રાશિઓમાં ગોચર કરશે. હાલમાં ગુરુ મિથુન રાશિમાં સ્થિત છે અને 2 જૂન 2026 સુધી ત્યાં રહેશે. આ સમયગાળા દરમિયાન ગુરુની સ્થિતિ, અન્ય ગ્રહો સાથેની યુતિ, દ્રષ્ટિ અને કોણીય સંબંધોના કારણે અનેક શુભ તેમજ કેટલાક અશુભ યોગો રચાઈ રહ્યા છે. આ દરમિયાન ભાગ્યના કારક ગ્રહ ગુરુ અને બુદ્ધિના દાતા બુધની સંયોગથી નવપંચમ રાજયોગ બન્યો છે, જેને જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગનો પ્રભાવ કોઈ ને કોઈ રૂપે તમામ 12 રાશિઓના જીવન પર જોવા મળી શકે છે. ( Credits: AI Generated )

2 / 6
જ્યોતિષીય દૃષ્ટિએ આ રાજયોગનો પ્રભાવ ખાસ કરીને મેષ અને કુંભ રાશિના જાતકો પર વધુ અનુકૂળ રહેવાની શક્યતા છે. આ યોગના કારણે કારકિર્દી, આર્થિક સ્થિતિ, શિક્ષણ તેમજ માન-સન્માનના ક્ષેત્રોમાં સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે. અહીં આપવામાં આવેલ વિશ્લેષણ ચંદ્ર રાશિને આધારે કરવામાં આવ્યું છે. હવે જાણીએ કે ગુરુ અને બુધના સંયોગથી બનેલા આ નવપંચમ રાજયોગથી કઈ રાશિઓને વિશેષ લાભ મળવાની શક્યતા છે. (Credits: - Canva)

3 / 6
મેષ રાશિના જાતકો માટે બુધ અને ગુરુના સંયોગથી બનતો નવપંચમ રાજયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. આ દરમિયાન કારકિર્દી અને આવકમાં નવી તકો મળી શકે છે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લાંબા ગાળે સકારાત્મક પરિણામ આપી શકે છે. પરિવાર સાથે આનંદદાયક સમય પસાર થવાની સંભાવના છે. લાંબા સમયથી અટવાયેલા મિલકત અથવા અન્ય મહત્વના મુદ્દાઓમાં ઉકેલ મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને નવા વ્યવસાય કે પ્રોજેક્ટ શરૂ કરવા માટે સમય અનુકૂળ રહેશે, ખાસ કરીને ટેકનિકલ અને જ્ઞાન આધારિત ક્ષેત્રોમાં સફળતા મળવાની શક્યતા છે.

4 / 6
કુંભ રાશિના જાતકો માટે ગુરુ અને બુધના સંયોગથી બનેલો નવપંચમ રાજયોગ અત્યંત શુભ માનવામાં આવે છે. આ યોગના કારણે લાંબા સમયથી અધૂરી રહેલી ઈચ્છાઓ પૂર્ણ થવાની શક્યતા વધી શકે છે. કારકિર્દીમાં અચાનક પ્રગતિ અને લાભ મળવાના સંકેત છે. અટકેલા કામોમાં ઝડપ આવશે અને આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. આવક વધવાની સાથે બચત પણ મજબૂત થશે. ખાસ કરીને વ્યવસાય ક્ષેત્રે કાર્યરત લોકો માટે આ સમય સફળતા અને ઓળખ અપાવનાર સાબિત થઈ શકે છે.

5 / 6
કન્યા રાશિના જાતકો માટે ગુરુ અને બુધના સંયોગથી બનેલો નવપંચમ રાજયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. આ દરમિયાન નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની શક્યતા છે અને લીધેલા નિર્ણયો સફળ થઈ શકે છે. ટેકનિકલ જ્ઞાન અને અનુભવથી ફાયદો મળશે. અભ્યાસમાં સુધારો થશે અને પ્રવાસની તકો પણ મળી શકે છે. આર્થિક રીતે બેંક લોન કે નાણાકીય સહાય મળવાની સંભાવના છે. પ્રેમજીવન અને લગ્નજીવન સુખદ રહેશે તથા સ્વાસ્થ્ય પણ સારું રહેવાની શક્યતા છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

6 / 6

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે.વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">