AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરામાં હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદની સજા- Video

વડોદરામાં સ્કૂલમાં ભણતા સગીર વયના કિશોરે તેના જ સહાધ્યાયી કિશોરની છરીના ઘા મારી હત્યા કરી નાખવાના ચકાચારી કેસમાં વડોદરા કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. હત્યા કરનારા વિદ્યાર્થીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી દાખલારૂપ કાર્યવાહી કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2026 | 4:11 PM
Share

વડોદરામાં વર્ષ 2018માં એક વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થિની હત્યા કરવાના કેસમાં વડોદરા કોર્ટે દાખલારૂપ કાર્યવાહી કરતા મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. શહેરના બરાનપુરા વિસ્તારની શાળામાં વર્ષ 2018માં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્ખથીને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. ધોરણ 9ના વિદ્યાર્થિની હત્યા કરનારા આ વિદ્યાર્થીને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે.

શું હતો સમગ્ર ઘટનાક્રમ

જે તે સમયે અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર ક્લાસ ટીચરે ઠપકો આપતા સ્કૂલમાં રજા પાડવાના ઈરાદે અન્ય વિદ્યાર્થીને છરીના ઘા મારી હત્યા કરી હતી. આ કેસમાં 20 સાક્ષી અને 42 દસ્તાવેજી પુરાવા ચકાસવામાં આવ્યા બાદ જુવેનાઈલ જસ્ટીસ બોર્ડે દોષીત સગીર વિદ્યાર્થી સામે પુખ્ત ગણીને જ કેસ ચલાવવાનો આદેશ કર્યો હતો. જે મુજબ આ કેસનો વડોદરા કોર્ટ દ્વારા ચુકાદો સંભળાવવામાં આવ્યો છે અને દાખલારૂપ સજા ફટકારવામાં આવી છે. હત્યારા વિદ્યાર્થીને આજીવન કેદની સજા ફટકારાઈ છે. ત્યારે વ્હાલસોયાને ગુમાવનારા પરિવારને મોડે મોડે પણ ન્યાય મળ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે જુવેનાઈલ કોર્ટે પણ સગીર વિદ્યાર્થીને સગીર તરીકે નહીં પરંતુ પુખ્ત ગણીને કેસ ચલાવવા તાકીદ કરી હતી.જે નોંધનિય છે. જ્યારે વિદ્યાર્થીનો ગુનો સગીર જેવો નથી. કોઈ પુખ્ત ઉંમરની વ્યક્તિ પણ આવો જઘન્ય અપરાધ કરતા 100 વાર વિચારે એવો અપરાધ જ્યારે સગીર વયની વ્યક્તિ ઠંડા કલેજે કરી નાખે તો તેને કડકમાં કડક સજા થવી વાજબી છે. આ જ તમામ પાસાઓને ધ્યાને લઈ જુવેનાઈલ કોર્ટે પણ સગીરના મોટા ગુનાને ધ્યાનમાં રાખીને પુખ્ત ગણીને સજા ફટકારવાનો આદેશ કર્યો હતો.

Input Credit- Anjali Ojha- Vadodara

7.2 રેટિંગ સાથે ‘તસ્કરી’ વેબસિરીઝ નેટફ્લિક્સ પર બની ગઈ નંબર 1, દુનિયાભરમાં વગાડી દીધો ડંકો, 12 દિવસમાં 50 મિલિયન વ્યૂઝ પાર

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
g clip-path="url(#clip0_868_265)">