સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
દેશમાં ગત 29મી જાન્યુઆરીના રોજ, ચાંદી પ્રતિ કિલોએ 4 લાખ 20 હજારનો ભાવ થયો હતો. જે ચાંદીનો અત્યાર સુધીમાં સર્વોચ્ચ ભાવ છે. જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ એક લાખ 93 હજારે પહોંચ્યો હતો. જો કે, યુરોપિયન યુનિયન સાથે મધર ઓફ ડિલ, 1લી ફ્રેબ્રુઆરીના રોજ જાહેર થયેલ બજેટ અને ત્યાર બાદ અમેરિકા સાથે થયેલ ટ્રેડ ડિલને પગલે, સોના અને ચાંદીના ભાવમાં દબાણ આવ્યું હતું.
છેલ્લા કેટલાક દિવસના સુધારા બાદ, આજે સોના અને ચાંદીના ભાવમાં પાછો ઉછાળો આવ્યો હતો. આજે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 8000 જેટલો વધારો નોંધાયો છે. જ્યારે ચાંદી પણ કિલોએ 2 લાખ 57 હજારને પાર થઈ ગઈ છે. ચાંદીના ભાવમાં કિલોએ 21,000નો વધારો નોંધાયો છે. જ્યારે સોનામાં એક તોલાએ રૂપિયા 8,000ના વઘારા સાથે 1 લાખ 51 હજાર થયો છે.
દેશમાં ગત 29મી જાન્યુઆરીના રોજ, ચાંદી પ્રતિ કિલોએ 4 લાખ 20 હજારનો ભાવ થયો હતો. જે ચાંદીનો અત્યાર સુધીમાં સર્વોચ્ચ ભાવ છે. જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ એક લાખ 93 હજારે પહોંચ્યો હતો. જો કે, યુરોપિયન યુનિયન સાથે મધર ઓફ ડિલ, 1લી ફ્રેબ્રુઆરીના રોજ જાહેર થયેલ બજેટ અને ત્યાર બાદ અમેરિકા સાથે થયેલ ટ્રેડ ડિલને પગલે, સોના અને ચાંદીના ભાવમાં દબાણ આવ્યું હતું. ચાંદીના ભાવમાં એકાએક ઘટાડો આવતા જરૂરીયાત મંદ લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યાં હતા. આવા સંજોગોમાં આજે વૈશ્વિક પરિબળને લઈને પાછા સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.
સાબરકાંઠાના પ્રાંતિજના સલાલ ગામે ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
