સાઉથ આફ્રિકામાં જન્મેલો 42 વર્ષનો ખેલાડી ઈટલીનો વર્લ્ડકપ ટીમનો કેપ્ટન બન્યો
મેડસેનને 2026ના પુરુષોના T20 વર્લ્ડ કપ માટે ઇટાલીના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, ખાસ વાત એ છે કે વેન મેડસેનને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર જો બર્ન્સની જગ્યાએ ઇટાલીનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

વેન લી મેડસનનો જન્મ 2 જાન્યુઆરી 1984 રોજ થયો છે. સાઉથ આફ્રિકામાં જન્મેલા ઇટાલિયન ખેલાડી છે જે પ્રોફેશનલ ક્રિકેટ રમે છે અને અગાઉ સાઉથ આફ્રિકાની પુરુષ રાષ્ટ્રીય ફિલ્ડ હોકી ટીમ માટે ફિલ્ડ હોકી રમી ચૂક્યો છે.

તેમણે 2009 થી ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં ડર્બીશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબનું પ્રતિનિધિત્વ કર્યું છે, અગાઉ સાઉથ આફ્રિકામાં ઘરેલુ ક્રિકેટ રમ્યા બાદ, અને ફ્રેન્ચાઇઝ ક્રિકેટ પણ રમી ચૂક્યા છે.

વેન લી મેડસનનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

તેઓ જમણા હાથના બેટ્સમેન અને ક્યારેક જમણા હાથના ઓફ સ્પિન બોલિંગ કરે છે. તેમણે 2023માં ઇટાલી રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું,

ઈટલીએ આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026 માટે ટીમની જાહેરાત કરી છે. ટીમનો કેપ્ટન વેન લી મેડસન હશે.42 વર્ષનો મેડસેન 2023માં ઈટલી માટે 4 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે.

ઈટલીની ટીમ 9 ફેબ્રુઆરીના રોજ કલકાત્તાના ઈડન ગાર્ડનમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 વર્લ્ડકપમાં ડેબ્યુ કરશે. તેની આગામી મેચ 12 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં નેપાળ વિરુદ્ધ હશે.

ડરબનમાં જન્મેલા વેન મેડસેન 117 લિસ્ટ એ મેચ રમી ચૂક્યો છે. ટીમમાં સૌથી મોટું નામ 37 વર્ષના ઓલરાઉન્ડર જેજે સ્મટ્સનું છે. જે સાઉથ આફ્રિકાની ટીમ માટે 13 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ અને 6 વનડે મેચ રમી ચૂક્યો છે.

ઐતિહાસિક પ્રદર્શન બાદ ઇટાલીએ ICC મેન્સ T20 વર્લ્ડ કપ યુરોપ ક્વોલિફાયર 2025 માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. ટીમે નેધરલેન્ડ્સ સાથે ક્વોલિફાય કર્યું.

ટુર્નામેન્ટમાં ડેબ્યુ કરનાર ટીમોને બે વખતના વિજેતા ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ, તેમજ બાંગ્લાદેશ અને નેપાળ સાથે ગ્રુપ C માં સ્થાન આપવામાં આવ્યું છે. ICC મેન્સ T20 વર્લ્ડ કપ યુરોપ ક્વોલિફાયર 2025માં યાદગાર પ્રદર્શન બાદ ઇટાલીએ T20 વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.

મેડસેને સાઉથ આફ્રિકાની પુરુષોની રાષ્ટ્રીય ફિલ્ડ હોકી ટીમ માટે 39 મેચ રમી હતી.તેમણે 2006 કોમનવેલ્થ ગેમ્સ અને 2006 મેન્સ હોકી વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

2015માં તેઓ બેલ્પર હોકી ક્લબમાં હોકી ડિરેક્ટર બન્યા હતા. તેમના ભાઈ લોયડ પણ સાઉથ આફ્રિકા માટે હોકી રમ્યા છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
