AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC T20 WC 2026: માત્ર સૂર્ય કુમાર યાદવ જ નહીં, આ ત્રણ દેશોના કેપ્ટન પણ ભારતીય મૂળના- એક તો છે ગુજરાતી

T20 વર્લ્ડ કપ 2026 શરૂ થવાને બસ હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ સહિત આ ત્રણ એસોસિએટ ટીમોના કેપ્ટન પણ ભારતીય મૂળના છે. આવો જાણીએ કોણ છે એ અને કઈ છે એ ટીમ

| Updated on: Feb 06, 2026 | 2:33 PM
Share
ક્રિકેટ રસિકો T20 વર્લ્ડ કપ 2026 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટમાં પોતાનું ટાઇટલ બચાવવા મેદાને ઉતરશે. ત્યારે અન્ય ટીમો પણ ફોકસમાં રહેશે. આ વર્ષના T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લેવાની છે,એવામાં એસોસિયેટ દેશો પર પણ ખાસ્સી નજરો ટકેલી રહેશે. આ વર્ષના વર્લ્ડ કપમાં ભારતીય મૂળના ખેલાડીઓની કેપ્ટન્સી હેઠળ અનેક એસોસિયેટ ટીમો રમવાની છે. ત્યારે આવો જાણીએ કે ટીમ ઈન્ડિયાના સૂર્યકુમાર યાદવ સહિત ક્યા દેશોના કેપ્ટન ભારતીય મૂળના છે.

1 / 8
ઓમાન ટીમનું નેતૃત્વ પણ લુધિયાણામાં જન્મેલા જતિન્દર સિંહ કરી રહ્યા છે. જતિન્દરની સફર કોઈપણ મોટી એકેડેમી કે ઔપચારિક કોચિંગ વિના શરૂ થઈ હતી. તેણે સિમેન્ટ અને એસ્ટ્રો-ટર્ફ વિકેટ પર રમીને પોતાની ટેકનિકને વધુ સારી બનાવી.

2 / 8
સચિન તેંડુલકર અને વિરાટ કોહલીને આદર્શ માનનારા જતિન્દર આજે T20 માં ઓમાનના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. 2025 માં કેપ્ટન્સી સંભાળ્યા પછી, તેમણે પ્રથમવાર ઓમાનને એશિયા કપમાં સુધી પહોંચાડ્યુ.

3 / 8
 કેનેડિયન ટીમની કમાન ગુરુદાસપુર, પંજાબના દિલપ્રીત સિંઘ બાજવાના હાથમાં છે. 2003 માં જન્મેલા દિલપ્રીતે પંજાબમાં અંડર-19 સ્તરે શાનદાર 130 રન બનાવ્યા હતા, પરંતુ ત્યાં તકોના અભાવે, તેના માતાપિતાએ 2020 માં કેનેડા જવાનું નક્કી કર્યું.

4 / 8
દિલપ્રીત સિંઘે કેનેડામાં પ્રતિભા સાબિત કરી અને ગ્લોબલ T20 કેનેડામાં સદી ફટકારનાર પ્રથમ કેનેડિયન ખેલાડી બન્યો. માત્ર 23 વર્ષની ઉંમરે વર્લ્ડ કપ જેવા મુખ્ય મંચ પર કેપ્ટન્સી કરવી એ તેની ક્ષમતાનો પુરાવો છે. કેનેડાના વર્લ્ડ કપ અભિયાનમાં તેની આક્રમક બેટિંગ એક મુખ્ય હથિયાર સાબિત થશે.

5 / 8
અમેરિકાની કેપ્ટન્સી કરી રહેલા કેપ્ટન મોનાંકની કહાની પણ પુરી ફિલ્મી સ્ટોરી જેવી જ છે. ગુજરાતના આણંદમાં જન્મેલા મોનાંકે જુનિયર સ્તરે જસપ્રીત બુમરાહ સાથે ક્રિકેટ રમી હતી, પરંતુ જ્યારે તેની કારકિર્દી આગળ ન વધી ત્યારે તે 2013 માં યુએસ ગયો. એક સમયે, તેણે ક્રિકેટ છોડવાનું વિચાર્યું, પરંતુ ક્રિકેટે તેને પાછો ખેંચી લીધો.

6 / 8
આજે ગુજરાતી મૂળનો મોનાંક અમેરિકન બેટિંગ લાઇન-અપની કરોડરજ્જુ સમાન બની ગયો છે. 2021 માં કેપ્ટન બન્યા પછી, તેણે 2024 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ટીમને ઐતિહાસિક જીત અપાવીને દુનિયાને ચોંકાવી દીધી.તેણે 34.66 ની સરેરાશથી 2,288 ODI રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી અને 18 ફિફ્ટી તેમજ બહામાસ સામે T20I સેન્ચ્યુરી સામેલ સામેલ છે.

7 / 8
આપને જણાવી દઈએ કે આ વર્લ્ડકપમાં ભારત સહિત અન્ય ત્રણ દેશોના કેપ્ટન ભારતીય મૂળના છે જેમા એક તો ગુજરાતી છે. અમેરિકાની ટીમના કેપ્ટન મોનાંક પટેલ ગુજરાતના આણંદથી બિલોન્ગ કરે છે.

8 / 8

ICC T20 WC 2026: ભારતની આ ચાલથી બર્બાદ થઈ જશે પાકિસ્તાન ક્રિકેટ, ટીમ ઈન્ડિયા કોલંબો જશે, ટોસ માટે મેદાન પર આવશે સૂર્યકુમાર યાદવ

g clip-path="url(#clip0_868_265)">