AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : માતા-પિતા સાવધાન ! એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ, તબીબોએ VIDEO બ્રોન્કોસ્કોપી કરી બહાર કાઢ્યો

Breaking News : માતા-પિતા સાવધાન ! એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ, તબીબોએ VIDEO બ્રોન્કોસ્કોપી કરી બહાર કાઢ્યો

| Updated on: Feb 06, 2026 | 7:02 PM
Share

નાના બાળકો ખૂબ જ ઉત્સુક અને ચંચળ હોય છે, તેથી તેમનુ રમતી વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. LED બલ્બ, નાના બટન, રમકડાં અથવા નાની કોઈ પણ વસ્તુ બાળકોની પહોંચી જતી જગ્યાએ ન રાખવી જોઈએ. માતા-પિતા અને પરિવારજનોએ બાળકો પર નજર રાખવી જોઈએ. સાવધાની રાખવાથી બાળકને નુકસાન થવાથી રોકી શકાય છે.

આણંદ જિલ્લાના એક વર્ષના માસૂમ બાળકની શ્વાસનળીમાં LED બલ્બ ફસાઈ જતાં સમગ્ર પરિવાર માટે ચિંતા જનક પરિસ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા દોઢ મહિનાથી બાળકને સતત તાવ અને શ્વાસ લેવામાં તકલીફ રહેતી હતી. પરિવારજનોએ અનેક ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવી હતી, પરંતુ સ્પષ્ટ કારણ સામે ન આવતાં બાળકની હાલત દિવસેને દિવસે બગડતી જતી હતી.

અંતે બાળકને વડોદરાની GMERS ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તબીબોએ વિગતવાર તપાસ બાદ શ્વાસનળીમાં કોઈ વસ્તુ હોવાની શંકા વ્યક્ત કરી. આધુનિક બ્રોન્કોસ્કોપી પદ્ધતિ દ્વારા સર્જરી કરવામાં આવી અને બાળકની શ્વાસનળીમાંથી સફળતાપૂર્વક LED બલ્બ બહાર કાઢવામાં આવ્યો. સર્જરી બાદ બાળકની તબિયતમાં ઝડપી સુધારો જોવા મળ્યો અને હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે.

GMERS ગોત્રી હોસ્પિટલના તબીબોની સમયસર સારવારને કારણે બાળકનો જીવ બચી ગયો, જેને લઈ પરિવારજનોને હાશકારો થયો છે. આ ઘટના બાદ તબીબોએ નાના બાળકો પાસે નાની વસ્તુઓ રાખવામાં ખાસ સાવચેતી રાખવાની અપીલ પણ કરી છે, જેથી આવા ગંભીર અકસ્માતો ટાળી શકાય.

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે.વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">