આ 5 સ્કૂટર રૂપિયા 80 હજારથી પણ છે સસ્તા, માઈલેજ છે જબરદસ્ત
જો તમે પણ 80 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં નવું સ્કૂટર ખરીદવા માંગો છો, તો આજે અમે તમને એવા પાંચ મોડલ જણાવીશું જેની એક્સ-શોરૂમ કિંમત 80 હજાર રૂપિયાથી ઓછી છે. આ લિસ્ટમાં માત્ર પેટ્રોલ જ નહીં પરંતુ ઈલેક્ટ્રિક સ્કૂટર પણ સામેલ છે, આ તમામ મોડલ ગ્રાહકોમાં ખૂબ જ પોપ્યુલર છે.

Honda Activaની સ્કૂટરની શરૂઆતની કિંમત રૂ. 80 હજારથી ઓછી છે, અમદાવાદમાં ACTIVA STD વેરિઅન્ટની કિંમત રૂ. 77,692 (એક્સ-શોરૂમ) છે. રિપોર્ટ્સ અનુસાર, આ સ્કૂટર એક લીટરમાં 60 kmpl સુધીની માઈલેજ આપે છે.

Suzuki Access સ્કૂટર 4 વેરિયન્ટમાં ઉપલબ્ધ હોવા છતાં, આ સ્કૂટરનું સ્ટાન્ડર્ડ એડિશન ડ્રમ બ્રેક વેરિયન્ટ 80 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ઉપલબ્ધ હશે. આ મોડલની કિંમત 77,458 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. માઈલેજની વાત કરીએ તો આ સ્કૂટર એક લીટર પેટ્રોલમાં 45-50 કિલોમીટરનું અંતર કાપી શકે છે.

જો તમારે ઈલેક્ટ્રિક સ્કૂટર લેવું છે, તો તમને Ola ઈલેક્ટ્રિકનું Ola S1X સ્કૂટર 80 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે. આ સ્કૂટરની કિંમત 69,999 રૂપિયા (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે. 2 kWh બેટરીવાળું વેરિઅન્ટ 95 કિમી અને 3 kWh વેરિઅન્ટ ફુલ ચાર્જ પર 143 કિમી સુધીની એવરેજ આપે છે.

Yamaha Fascino 125 Fi સ્કૂટરનું ડ્રમ વેરિઅન્ટ 80 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે. આ મોડલની કિંમત 79,900 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. રિપોર્ટ્સ અનુસાર, આ સ્કૂટર એક લીટરમાં 50 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.

TVS મોટરના TVS Jupiter સ્કૂટરની કિંમત 75,846 રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. તમને આ સ્કૂટરના SMW અને બેઝ વેરિઅન્ટ 80 હજાર રૂપિયાથી ઓછામાં મળશે. આ સ્કૂટર એક લીટર પેટ્રોલમાં 50 કિલોમીટર સુધી દોડી શકે છે.
