Holi 2023: ભારત સહિત આ દેશોમાં પણ ઉજવવામાં આવે છે ધૂળેટી, રંગબેરંગી રંગોથી રંગાઈ જાય છે વિદેશીઓ
Holi Celebration: ભારત તહેવારોનો દેશ છે. અહીં દરેક ધર્મના તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભારતના તહેવારોની રંગ વિદેશોમાં પણ જોવા મળે છે. હોળીનો તહેવાર ભારત સહિત દુનિયાના આ દેશોમાં પણ ઉજવવામાં આવે છે.

હોળી એક એવો તહેવાર છે જે આખા દેશમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે 7 માર્ચે હોલિકા દહન કરવામાં આવશે, જ્યારે 8 માર્ચના રોજ ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવશે. આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં પણ અન્ય ઘણા દેશોમાં પણ ધામધૂમીથી ઉજવવામાં આવે છે.

ફિજી - આ દેશમાં પણ ધૂળેટીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દરમિયાન લોકગીત અને નૃત્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

નેપાળ - આ દેશમાં સ્થાનીક ભાષામાં હોળીને 'ફાગુ પુન્હિ' કહેવામાં આવે છે. આ દેશમાં હિન્દુ ધર્મમાં માનનારા લોકો રહે છે, તેથી દેશના અલગ અલગ ભાગમાં જુદી જુદી પરંપરા અનુસાર તહેવાર ઉજવવામાં આવે છે.

ફિલીપીન્સ - આ દેશમાં પણ ધૂળેટી પરંપરા અનુસાર હર્ષોઉલ્લાસથી ઉજવવામાં આવે છે.

મોરીશસ - આ દેશમાં મહાશિવરાત્રિના દિવસથી જ હોળીના તહેવારની ઉજવણી શરુઆત થઈ જાય છે. લોકો રાત્રે ભેગા થઈને એકબીજાને ગુલાલ લગાવે છે તથા ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે હોલિકા દહન થાય છે.