ભારતીય ટીમે એશિયન ગેમ્સ ચેમ્પિયન ટીમ જાપાનને હરાવી, 8-0થી કલાસિફિકેશન મેચમાં મેળવી જીત

TV9 GUJARATI

|

Updated on: Jan 26, 2023 | 10:58 PM

IND vs JAP Hockey WC: વર્લ્ડ કપમાં ટ્રોફીની રેસમાંથી બહાર થયા બાદ હાલમાં ભારતીય હોકી ટીમની કલાસિફિકેશનની મેચો શરુ થઈ ગઈ છે. આજે ભારતની મેચ જાપાન સામે હતી.

આજે ભારતીય ટીમે હોકી વર્લ્ડ કપમાં પોતાની ક્લાસિફિકેશન મેચોની શરૂઆત કરી હતી. જણાવી દઈએ કે જે 8 ટીમો ક્વાર્ટર ફાઇનલમાં નથી પહોંચી શકી તે 9માંથી 16માં સ્થાન માટે લડી રહી છે.

1 / 5

જે આઠ ટીમો ક્વાર્ટર ફાઇનલમાં નથી પહોંચી શકી તે 9માથી 16મા સ્થાન માટે કલાસિફિકેશન મેચ રમે છે. આને કલાસિફિકેશન રાઉન્ડ કહેવામાં આવે છે.

2 / 5
કલાસિફિકેશન રાઉન્ડમાં ભારતની પ્રથમ મેચ જાપાન સામે હતી. રાઉરકેલામાં રમાયેલી આ મેચમાં ભારતે જાપાન સામે 8-0થી ધમાકેદાર જીત મેળવી છે.

3 / 5
હાફ ટાઈમ સુધી સ્કોર 0-0 હતો. બીજા હાફમાં એટલે કે ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં ભારતે ગોલ કર્યા. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહ અને અભિષેકે બે-બે ગોલ કર્યા હતા. જ્યારે મનદીપ સિંહ, વિવેક સાગર પ્રસાદ, મનપ્રીત સિંહ અને સુખજીત સિંહે એક-એક ગોલ કર્યા હતા.

4 / 5

ભારત ભલે હોકી વર્લ્ડ કપ 2023ની ટ્રોફીની રેસમાંથી બહાર થઈ ગઈ છે. પણ કલાસિફિકેશન મેચમાં ભારતને સપોર્ટ કરવા માટે દર્શકો પહેલાની જેમ આજે પણ હાજર હતા.

5 / 5

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati