Stock Market માં Infosys સહિત આ 5 શેરમાં મળશે છપ્પરફાડ રિટર્ન, એક્સપર્ટે કહ્યું ચૂકશો નહીં કમાવાની તક, જોઈ લો લિસ્ટ
શેરબજારના ઉતાર-ચઢાવ દરમિયાન સારા ફંડામેન્ટલ્સ ધરાવતા શેરોમાં રોકાણ કરવાની તક મળે છે. લાંબા ગાળે આ શેરો સારું વળતર આપે છે. બ્રોકરેજ ફર્મ શેરખાને આવા પાંચ શેરો પસંદ કર્યા છે. જેમાં એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, કેન ફિન હોમ્સ, ઈન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ અને ઈન્ફોસિસનો સમાવેશ થાય છે.

આજે સોમવારે 06 તારીખે માર્કેટ ખૂલતાંની સાથે સવારે 10:26 વાગ્યે સેન્સેક્સ 235.82 (0.31%) પોઈન્ટના વધારા સાથે 74,106.15 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 7.36 (0.03%) પોઈન્ટ વધીને 22,483.20 પર ટ્રેડ થઈ રહ્યો હતો. મહત્વનું છે કે એક્સપર્ટ દ્વારા કેટલાક એવા શેર જણાવ્યા છે જેમાં આગામી સમયમાં છપ્પર ફાળ રિટર્ન મળી શકે છે.

Hindustan Unilever Ltd: શેરખાને હિન્દુસ્તાન યુનિલિવરના શેર ખરીદવાની સલાહ આપી છે. તેનો લક્ષ્યાંક પ્રતિ શેર રૂ. 2,910 છે. 6 મે, 2024ના રોજ શેર 2,257.00 પર બંધ થયો હતો. આ ભાવે, સ્ટોક વધુ 31 ટકા વળતર આપી શકે છે.

Can Fin Homes Ltd: શેરખાને કેન ફિન હોમ્સના શેર ખરીદવાની સલાહ આપી છે. શેર દીઠ 960 રૂપિયાનો લક્ષ્યાંક છે. 6 મે, 2024ના રોજ શેર રૂપિયા 759.00 પર બંધ થયો હતો. આ ભાવે, સ્ટોક વધુ 24 ટકા વળતર આપી શકે છે.

Indiabulls Real Estate Ltd: શેરખાન ઇન્ડિયાબુલ્સના રિયલ એસ્ટેટ શેર ખરીદવાની ભલામણ કરે છે. શેર દીઠ 166 રૂપિયાનો લક્ષ્યાંક છે. 6 મે, 2024ના રોજ શેર રૂપિયા 120.50 પર બંધ થયો હતો. આ ભાવે, સ્ટોક વધુ 28% વળતર આપી શકે છે.

Exide Industries Ltd: શેરખાને એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝના શેર ખરીદવાની સલાહ આપી છે. 537 રૂપિયા પ્રતિ શેરનો લક્ષ્યાંક છે. 6 મે, 2024ના રોજ શેર રૂપિયા 460.85 પર બંધ થયો હતો. આ ભાવે, સ્ટોક વધુ 15% વળતર આપી શકે છે.

Infosys Ltd: શેરખાને ઈન્ફોસિસના શેર ખરીદવાની સલાહ આપી છે. શેર દીઠ 1,850 રૂપિયાનો લક્ષ્યાંક છે. 6 મે, 2024ના રોજ શેર રૂપિયા 1,427.40 પર બંધ થયો હતો. આ ભાવે, સ્ટોક વધુ 31 ટકા વળતર આપી શકે છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી. કિંમત વધવાની સંભાવના શેરની હાલની સ્થિતિને ધ્યાને રાખીને ફક્ત જાણકારી માટે આપવામાં આવી છે. કોઈપણ શેર ખરીદતા પહેલા નિષ્ણાતની સલાહ લો.

































































