Happy Krishna Janmashtami 2023: અમદાવાદના ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે છપ્પન ભોગનું આયોજન, જુઓ PHOTOS
Happy Krishna Janmashtami 2023 wishes and celebration: અમદાવાદના ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવમાં 56 ભોગનું આયોજન કરાયું. આ દરમ્યાન ભગવાન શ્રીકૃષ્ણને 108 કળશના મહાભિષેક પણ કરાવ્યા હતો.


અમદાવાદ ભાડજ મંદિર ખાતે ઉજવાતો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ખૂબ જ આગવો અને બધા ભકતોને એક અલૌકિક અનુભવ કરાવે હોય છે. ઉત્સવ દરમ્યાન મહાભિષેક, હિંડોળા (ઝૂલન) ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વર્ણરથ ઉત્સવ વિગેરનું કરવામાં આવે છે. photos - Bhadaj Mandir

જન્માષ્ટમી દરમ્યાન હરેકૃષ્ણ મંદિર ખાતે શ્રી શ્રી રાધામાધવને સુંગધીદાર અને આનંદદાયક વસ્ત્રો પહેરાવ્યા. ભગવાનશ્રીને સુંદર રેશ્મી વસ્ત્રોમાંથી બનાવેલ ભવ્ય પોશાક અને તેમજ ઉત્સવ માટે ખાસ વૃંદાવન થી તૈયાર કરેલ વિવિધ કિમંતી અલંકારો પહેરાવવામાં આવયા હતા.

ઉપરાંત મંદિરને ભારતના જુદા જુદા સ્થળોથી લાવેલ સુંગધીદાર અને રંગબેરંગી પુષ્પોથી સજાવવામાં આવ્યા. આ માટેની તૈયારી સતત 2 મહીના પહેલાથી કરવામાં આવી હતી.

આશરે પાંચ હજાર વર્ષ પહેલા, જયારે ભગવાન શ્રી કૃષ્ણનું અવરતરણ થયું, ત્યારે મહારાજા નંદ અને માતા યશોદા બાલકૃષ્ણને પવિત્ર વસ્તુઓ જેવી કે દૂધ, ઘી, મધ વગેરે અને વિવિધ અન્ય વસ્તુઓ જેમ કે પંચગવ્ય, ઔષધિયો, ફળોના રસ અને પુષ્પો થી અભિષેક કરવામાં આવી હતી. તેમજ સાત પવિત્ર નદીઓના જળવાળા 108 કળશથી ભગવાનનો અભિષેક કરવામાં આવી હતી.

આજે કૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસર પર મંદિર ખાતે 56 ભોગના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અવનવી વાનગીઓ ભગવાન શ્રી કૃષ્ણને ધરવામાં આવી હતી.
Latest News Updates
































































