Women’s health : યીસ્ટ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ વેજિનોસિસ વચ્ચે શું તફાવત છે? ડોક્ટર પાસેથી સમજો
જો તમે યીસ્ટ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ વેજિનોસિસ વચ્ચેના તફાવત વિશે મૂંઝવણમાં છો,તો આજે તમારી મૂંઝવણ દૂર કરીશું. ચાલો ડોક્ટર પાસેથી જાણીએ કે યીસ્ટ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ વેજિનોસિસ વચ્ચે શું તફાવત છે?

વજાઈના સાથે જોડાયેલી સમસ્યાઓ હંમેશા મહિલાઓ છુપાવી લે છે, કોઈને કહેતી પણ નથી. કારણ કે, કેટલાક એવા ટોપિક હોય છે. જેનાથી તે શરમ અનુભવે છે. પરંતુ જો તમે લાંબા સમય સુધી વજાઈનામાં થનારી સમસ્યાઓને નજર અંદાજ કરો છો.તો આ સ્થિતિ ગંભીર હોય શકે છે.

વજાઈનામાં અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે. જેમાં યીસ્ટ ઈન્ફેક્શન અને બેક્ટેરિયલ વેજિનોસિસ પણ સામેલ છે.હવે તમારામાંથી કેટલાક લોકો યીસ્ટ ઈન્ફેક્શન અને બેક્ટેરિયલ વેજિનોસિસ બંન્ને વચ્ચે મુંઝવણમાં હશે.જો તમને આ વિશે કન્ફ્યુઝ છો.તો આજે તમારી આ સમસ્યા અમે દુર કરીશું.

ચાલો ડોક્ટર પાસેથી જાણીએ કે યીસ્ટ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ વેજિનોસિસ વચ્ચે શું તફાવત છે?યીસ્ટ ઈન્ફેક્શન એક બેક્ટીરિયલ ઈન્ફેક્શન છે.જે સ્કિન કે મ્યુકસ મેમ્બ્રેન પર યીસ્ટની વૃદ્ધિના કારણે થાય છે. યીસ્ટને મેડિકલ ભાષામાં કેંન્ડિડા કહેવામાં આવે છે.યીસ્ટ ઈન્ફેક્શન માત્ર વજાઈનલ ભાગનો નહી પરંતુ શરીરના અન્ય ભાગ મોંઢું,અન્નનળી,યોનિ અને ત્વચાને અસર કરી શકે છે. ઈન્ફેક્શનના ભાગના આધારે તેના લક્ષણો બદલાઈ શકે છે,

જેમ કે મોંઢાની આસપાસ જો યીસ્ટ ઈન્ફેક્શન થાય છે. તો વ્હાઈટ પેચેસ જોવા મળે છે. અન્નનળીમાં યીસ્ટ ઈન્ફેક્શન ફેલાવાથી દુખાવો થઈ શકે છે. વજાઈનલ યીસ્ટ ઈન્ફેક્શનની સ્થિતિમાં તમને વજાઈનામાં ખુબ ખંજવાળ આવવી, સફેદ ડિસ્ચાર્જ, બળતરા થઈ શકે છે.આ સાથે સ્કિન પર ખંજવાળ અને રેસિસ થાય છે.

જો આપણે બેક્ટેરિયલ વેજિનોસિસની વાત કરીએ તો આ એક સામાન્ય વજાઈનલ ઈન્ફેક્શન છે.આ ત્યારે થાય છે. જ્યારે તમારી વજાઈનામાં રહેલા કેટલાક સામાન્ય બેક્ટરીયા જરુરથી વધારે વધવા લાગે છે. જેના કારણે બેક્ટેરિયલ અંસતુલન થાય છે. આ સ્થિતિથી પ્રભાવિત સ્ત્રીઓમાં સફેદ કે ભૂખરા રંગનું ડિસ્ચાર્જ થાયછે જેમાં સડેલી માછલી જેવી ગંધ આવે છે. આ સ્થિતિનો સરળતાથી એન્ટિબાયોટિક્સથી ઉપચાર કરી શકાય છે.

આપણે જોયે કે, યીસ્ટ ઈન્ફેક્શન ક્યાં કારણોથી થાય છે. તો યીસ્ટ ઈન્ફેક્શન કેન્ડિા નામના ફંગસના કારણે થાય છે. વજાઈનામાં નોર્મેલ માત્રામાં કેન્ડિડા હોવું સામાન્ય છે. પરંતુ જ્યારે આ ગુડ બેક્ટીરિયા વધી જાય છે.તો યીસ્ટ ઈન્ફેક્શન થવાનો ખતરો વધી જાય છે. આ ઈન્ફેક્શનથી બચવા માટે ભીના કપડાં પહેરવાનું ટાળો.જે મહિલાઓ વધારે સ્ટ્રેસ કે ઓછી ઊંઘ લે છે, તેને યીસ્ટ ઈન્ફેશન થઈ શકે છે.

આપણે જોયે કે, યીસ્ટ ઈન્ફેક્શન ક્યાં કારણોથી થાય છે. તો યીસ્ટ ઈન્ફેક્શન કેન્ડિા નામના ફંગસના કારણે થાય છે. વજાઈનામાં નોર્મેલ માત્રામાં કેન્ડિડા હોવું સામાન્ય છે. પરંતુ જ્યારે આ ગુડ બેક્ટીરિયા વધી જાય છે.તો યીસ્ટ ઈન્ફેક્શન થવાનો ખતરો વધી જાય છે. આ ઈન્ફેક્શનથી બચવા માટે ભીના કપડાં પહેરવાનું ટાળો.જે મહિલાઓ વધારે સ્ટ્રેસ કે ઓછી ઊંઘ લે છે, તેને યીસ્ટ ઈન્ફેશન થઈ શકે છે.

હવે જો આપણે યીસ્ટ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ વેજિનોસિસ વચ્ચેના તફાવતની વાત કરીએ તો. યીસ્ટ ઈન્ફેક્શન માત્ર વજાઈનાને નહી પરંતુ શરીરના અન્ય ભાગને પણ પ્રભાવિત કરે છે. તેમજ બેક્ટીરયિલ વેજિનોસિસ માત્ર તમારી વજાઈનાને પ્રભાવિત કરે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































