Women’s health : પીરિયડ્સ પહેલા કે પછી વ્હાઈટ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, તો ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો આ વાત
કેટલીક મહિલાને પીરિયડ પહેલા વધુ વ્હાઈટ ડિસ્ચાર્જ થાય છે, જ્યારે અન્ય લોકોને પીરિયડ્સ પછી વ્હાઈટ ડિસ્ચાર્જનો અનુભવ થાય છે. જો તમારી સાથે પણ આવું થાય છે, તો ગાયનેકોલોજિસ્ટ પાસેથી આનું કારણ જાણો.

કેટલીક મહિલાઓને પીરિયડ્સ પહેલા અને પીરિયડ્સ પછી મોટી માત્રામાં વ્હાઈટ ડિસ્ચાર્જ થાય છે. જેના કારણે યોનિની આસપાસ ભીનાશ રહે છે.હંમેશા વ્હાઈટ ડિસ્ચાર્જને લઈ મહિલાઓના મનમાં અનેક પ્રકારના સવાલો આવે છે. આખરે આવું કેમ થાય છે. તેમજ તેનું કારણ શું છે.

કેટલાક લોકોને પીરિયડ્સ પહેલા મોટી માત્રામાં વ્હાઈટ ડિસ્ચાજ થાય છે. તો કેટલીક મહિલાઓ છે. જેને પીરિયડ્સ પછી વ્હાઈટ ડિસ્ચાર્જનો સામનો કરવો પડે છે. જો તમારી સાથે પણ આવું થાય છે. તો આ સ્ટોરી તમારા માટે છે.

પીરિયડ્સ પહેલા અને પછી વ્હાઈટ ડિસ્ચાર્જ એક સામાન્ય શારીરિક પ્રકિયા છે. જે હોર્મોનમાં ફેરફારનું કારણ હોય છે. આ વ્હાઈટ ડિસ્ચાર્જ ગર્ભાશય અને વજાઈનાની સફાઈ અને સુરક્ષામાં મદદ કરે છે. પીરિયડ્સના વિવિધ તબક્કામાં બ્લીડિંગની માત્રા બદલાઈ શકે છે.

પીરિયડ્સ પહેલા આ ભીનાશ તે હોર્મોન પ્રોજેસ્ટેરોનની અસરોને કારણે ચીકણું અથવા જાડું હોઈ શકે છે, જ્યારે તમારા પીરિયડ્સ પછી, તે હળવું અને પાતળું થઈ શકે છે, કારણ કે તમારા શરીરમાં હોર્મોન એસ્ટ્રોજનનો સ્ત્રાવ વધે છે. જો આ સ્રાવ કોઈપણ બળતરા, ગંધ અથવા ખંજવાળ વિના હોય, તો તે સામાન્ય છે.

જો વ્હાઈટ ડિસ્ચાર્જમાં દુર્ગંધ, ખંજવાળ કે બળતર તેમજ ડિસ્ચાર્જના રંગમાં ફેરફાર જોવા મળે છે. તો આ એક ઈન્ફેક્શન તેમજ અન્ય હેલ્થ સમસ્યાનો સંકેત હોય શકે છે. જેને લઈ ડોક્ટરની સલાહ લેવી ખુબ જરુરી છે. હેલ્ધી ફુડ, સ્વચ્છતા તેમજ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાથી વજાઈના હેલ્ધી રહે છે.

ડિસ્ચાર્જમાં પાતળું સ્ટ્રેચ થનારું મ્યુકસમાં જોવા મળતું ફર્ટાઈલ માનવામાં આવે છે. આ ત્યારે જોવા મળે છે. જ્યારે એગ રિલીઝ થાય છે, વ્હાઈટ ડિસ્ચાર્જ ઈનફર્ટાઈલ માનવમાં આવે છે. જે ઓવુલેશન અને પીરિયડ્સની શરુઆતના સ્ટેજ વચ્ચે જોવા મળે છે. જ્યારે ફર્ટિલિટીની સંભાવના ખુબ ઓછી જોવા મળે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
