Women’s health : મહિલાઓને વારંવાર સ્તનમાં દુખાવો કેમ થાય છે? તમારા ડૉક્ટર પાસેથી 5 કારણો વિશે જાણો
મહિલાઓને વારંવાર ફરિયાદ રહેતી હોય છે કે, તેને ડાબી બાજુના સ્તનમાં દુખાવો થાય છે. આ દુખાવા પાછળ અનેક કારણો જવાબદાર હોય શકે છે. તો આજે આ વિશે વિસ્તારથી વાત કરીશુ.

મહિલાઓને બ્રેસ્ટ પેન થવું કોઈ ગંભીર સમસ્યાનો સંકેત હોય શકે છે, ડાબી બાજુના બ્રેસ્ટની નીચે દુખાવો થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય શકે છે. હૃદય, ફેફસાં, સ્પલિન, સ્વાદુપિંડ અને મોટા આંતરડા આ વિસ્તારની નીચેથી પસાર થાય છે. તેથી, શરૂઆતમાં, તમે માની શકો છો કે દુખાવો તે અંગો સાથે સંબંધિત છે.

કેટલીકવાર, આ દુખાવો ખૂબ જ હળવો હોય છે અને કેટલાક ઘરેલું ઉપચારથી સરળતાથી રાહત મેળવી શકાય છે.પરંતુ કેટલાક કેસમાં આ દુખાવો ગંભીર બીમારીનો સંકેત પણ હોય શકે છે. જો મહિલાઓને ડાબી બાજુના બ્રેસ્ટમાં દુખાવો વારંવાર થાય છે. કે ખુબ જ વધારે દુખાવો થાય છે. તો આવી સ્થિતિમાં ડોકટર તેને મેડિકલ રિપોર્ટ કરવાની સલાહ આપે છે.

ચાલો જાણીએ ગાયનેકોલોજિસ્ટ પાસેથી કે મહિલાઓના ડાબા સ્તનમાં દુખાવાના કારણો શું હોઈ શકે છે.મસ્કુલોસ્કેલેટલ પેનમાં માંસપેશીઓ, હાંડકાઓ અને કનેક્ટિવ ટિશ્યુ સામેલ હોય છે.ઈજા અથવા બળતરા સ્તનની ડાબી બાજુએ દુખાવો પેદા કરી શકે છે.

આ દુખાવો અનુભવી શકાય છે. વધુમાં આ વિસ્તારકડક અને સોજો થઈ શકે છે. સ્ત્રીઓને કોઈ પ્રકારની કસરત અથવા ભારે વસ્તુઓ ઉપાડ્યા પછી આ સમસ્યાનો અનુભવ થઈ શકે છે.

કેટલીક મહિલાઓને જમ્યા બાદ એસિડિટીની સમસ્યાઓ થાય છે. જેમાં પેટમાં એસિડ એસોફૈગ્સમાં પરત જાય છે. તેને GERD કહે છે. આ દરમિયાન મહિલાઓને હાર્ટબર્નનો અનુભવ થઈ શકે છે.

એસિડ રિફ્લક્સને કારણે ડાબા સ્તન નીચે બળતરા અથવા દુખાવો થઈ શકે છે. આ પરિસ્થિતિ જે સ્ત્રીઓને થાય છે. તેને જમવામાં તકલીફ પડી શકે છે. આ સમસ્યા દવાઓની અસરને કારણે પણ થઈ શકે છે.

પાંસળી અને સ્તનના હાડકા આ સ્થિતિમાં, મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને પાંસળીઓ પર દબાણ આવે ત્યારે દુખાવો થાય છે. સ્તનમાં ઈજા, વાયરલ ઈન્ફેક્શન અથવા સંધિવાને કારણે કોસ્ટોકોન્ડ્રાઇટિસ થઈ શકે છે. આ સ્થિતિમાં, સ્ત્રીઓને ડાબા સ્તનની નીચે લાંબા સમય સુધી દુખાવો થઈ શકે છે.ના કોમલાસ્થિમાં બળતરા થવાથી કોસ્ટોકોન્ડ્રાઇટિસ થઈ શકે છે.આ સમયગાળા દરમિયાન મહિલાઓને ડાબા સ્તનની નીચે તીવ્ર દુખાવો થાય છે.

આ સ્થિતિમાં, મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને પાંસળીઓ પર દબાણ આવે ત્યારે દુખાવો થાય છે. સ્તનમાં ઈજા, વાયરલ ઈન્ફેક્શન અથવા સંધિવાને કારણે કોસ્ટોકોન્ડ્રાઇટિસ થઈ શકે છે. આ સ્થિતિમાં, સ્ત્રીઓને ડાબા સ્તનની નીચે લાંબા સમય સુધી દુખાવો થઈ શકે છે.

હૃદય સાથે જોડાયેલી નસો ડાબા સ્તનની નીચેથી પસાર થાય છે. તેથી, હૃદયની નસોમાં થતા ફેરફારો ડાબા સ્તનને અસર કરી શકે છે. આ સ્થિતિ ધરાવતી સ્ત્રીઓને હૃદયની સમસ્યાઓનું જોખમ હોઈ શકે છે.આ દરમિયાન ડોક્ટર કેટલાક ટેસ્ટ કરવાની સલાહ આપે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
