Women’s health : શું છે એનલાર્જ ક્લિટોરિસની બીમારી? આ માત્ર મહિલાઓને જ કેમ થાય છે
મહિલાના ક્લિટોરિસની કોઈ ફિક્સ સાઈઝ હોતી નથી.એન્લાર્જ ક્લિટોરિસએ કોઈ ગંભીર સમસ્યા નથી. તે કોઈ મેડિકલ કંડીશનના કારણે થઈ શકે છે.ગાયનેકોલોજિસ્ટ ટીપ્સમાં આ વિશે વિસ્તારથી વાત કરીએ.

આમ તો મહિલાઓમાં ક્લિટોરિસની કોઈ ફિક્સ સાઈઝ હોતી નથી. કોઈ મહિલાને મોટું તો કોઈ મહિલાને નાનું હોય શકે છે. સામાન્ય રીતે, જ્યારે સ્ત્રીની જાતીય ઉત્તેજના વધે છે, ત્યારે યોનિમાર્ગમાં રક્ત પરિભ્રમણ વધે છે. આવી પરિસ્થિતિઓમાંક્લિટોરિસનું વધવું સામાન્ય માનવામાં આવે છે.

એન્લાર્જ ક્લિટોરિસ થવા પાછળ ક્યાં કારણો હોય શકે છે. કિલ્ટોરિસ થવા પર અનેક પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે. તો શું તે અટકાવી શકાય છે? ચાલો આ વિશે વધુ જાણીએ

મહિલાઓમાં એન્લાર્જ ક્લિટોરિસનું કારણ જોઈએ તો. મહિલાઓ માટે ક્લિટોરિસ એક સેક્સુએલ ઓર્ગન છે. જે મૂત્રમાર્ગની ઉપર સ્થિત છે. આ તે જગ્યા છે જ્યાં પેશાબ શરીરમાંથી પસાર થાય છે.

જો કે એન્લાર્જ ક્લિટોરિસને તબીબી સમસ્યા માનવામાં આવે છે. સામાન્ય રીતે, યુવા મહિલાઓમાં એન્લાર્જ ક્લિટોરિસને ગંભીર સમસ્યા માનવામાં આવતી નથી. જો કે, જો કોઈ નાની છોકરી અથવા નવજાત બાળક આ સમસ્યા થાય છે. તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરી તેની સલાહ લો.

જો કે, આનો અર્થ એ નથી કે મહિલાએ એન્લાર્જ ક્લિટોરિસના સંબંધને અવગણવું જોઈએ. જેમ આપણે પહેલાથી જ ઉલ્લેખ કર્યો છે, તે ક્યારેક ગંભીર બીમારીને કારણે થઈ શકે છે. નિષ્ણાતો માને છે કે, જાતીય ઇચ્છામાં વધારો ઉપરાંત, જનનાંગોમાં બળતરા, એલર્જીક પ્રતિક્રિયાઓ, યીસ્ટ ઇન્ફેક્શન જેવા ઈન્ફેક્શન અથવા જાતીય રીતે સંક્રમિત ઈન્ફેક્શન આ માટે જવાબદાર હોઈ શકે છે.

વધુમાં, હોર્મોનલ અસંતુલનને પણ ક્યારેક એન્લાર્જ ક્લિટોરિસ માટે જવાબદાર માનવામાં આવે છે. જો મહિલામાં પુરુષ હોર્મોન એન્ડ્રોજનનું સ્તર વધે તો એન્લાર્જ ક્લિટોરિસની સમસ્યા થઈ શકે છે. વધુમાં, PCOS અને એડ્રેનલ ગ્રંથિની ગાંઠ જેવી પરિસ્થિતિઓ પણ આ માટે જવાબદાર હોય શકે છે.

એન્લાર્જ ક્લિટોરિસના લક્ષણો વિશે વાત કરીએ તો. તે તેના કારણો પર નિર્ભર કરે છે. જો મહિલાને યીસ્ટ ઈન્ફેક્શનના કારણે એન્લાર્જ ક્લિટોરિસની સમસ્યા થાય છે. તો બળતરા થઈ શકે છે,તમે કદાચ જોયું હશે કે PCOSના કારણે પીરિયડ્સમાં ખલેલ, યોનિમાર્ગમાં ડ્રાઈનેસ, વજનમાં વધારો, ચહેરાના વાળનો વિકાસ, પ્રજનન સમસ્યાઓ અને એન્લાર્જ ક્લિટોરિસની પરેશાની વધી શકે છે.

એન્લાર્જ ક્લિટોરિસથી કઈ રીતે બચવું તો. એન્લાર્જ ક્લિટોરિસના સોજાથી બચવા માટે કઈ વિશેષ ઉપાય નથી પરંતુ સારી વાત એ છે કે, જો એન્લાર્જ ક્લિટોરિસ છે. તો આના કારણોને સમજી તેની સમસ્યા ઓછી કરી શકાય છે. કારણ કે, આ કોઈ ગંભીર સમસ્યા નથી. કેટલીક વખત એન્લાર્જ ક્લિટોરિસની સમસ્યામાં ચાલુ રહે છે, તો સારવાર કરવામાં આવે છે. કેટલાક મલમ પણ સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
