Women’s Health : પીરિયડ્સ પહેલા કે પછી આવે છે વ્હાઈટ ડિસ્ચાર્જ, શું તે કોઈ રોગ છે? જાણો ડૉક્ટર શું કહે છે
મહિલાઓમાં વાઈટ ડિસ્ચાર્જ થવું એ સામાન્ય વાત છે પરંતુ ડિસ્ચાર્જમાં ફેરફાર થવો એ સામાન્ય વાત નથી. તો આજે આપણે ડોક્ટર પાસેથી જાણીશું કે, વ્હાઈટ ડિસ્ચાર્જ થવું ક્યારે નોર્મલ છે અને કઈ બીમારીનો સંકેત હોય શકે છે.

વ્હાઈટ ડિસ્ચાર્જ એટલે કે, સફેદ પ્રવાહી મહિલાના શરીરમાં એક સામાન્ય પ્રક્રિયા છે. તે યોનિમાર્ગને સ્વચ્છ, ભેજવાળી અને ઈન્ફેક્શનથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. મોટાભાગે ઓવ્યુલેશન ,પીરિયડ્સ પહેલા કે પછી હોર્મોનલમાં ફેરફારના કારણે થાય છે.

ક્યારેક તણાવ, નબળાઈ કે ઓછી ઊંઘ અપુરતી થવાના કારણે પણ વ્હાઈટ ડિસ્ચાર્જ થઈ શકે છે. જો ખંજવાળ,દુર્ગંધ કે પછી ડિસ્ચાર્જના રંગમાં ફેરફારમાં થાય તો તે અસામાન્ય છે. આ શરીરને હેલ્ધી ફંક્શનિંગનો સંકેત માનવામાં આવે છે. તેમજ ડરવાની કોઈ જરુર નથી.

જો વ્હાઈટ ડિસ્ચાર્જની માત્રા વધારે હોય , રંગ પીળો કે ભુરો કે પછી દુર્ગંધ આવે તો તે કોઈ ઈન્ફેક્શન કે બીમારીની નિશાની છે.

આવી સ્થિતિમાં, યોનિમાર્ગમાં ઘણીવાર ખંજવાળ, અથવા દુખાવો થાય છે. આ લક્ષણો ફંગલ અથવા બેક્ટેરિયલ ઈન્ફેક્શન, જેમ કે કેન્ડિડાયાસીસ અથવા બેક્ટેરિયલ વેજિનોસિસને કારણે થઈ શકે છે. કેટલીકવાર, જાતીય સંક્રમિત ઈન્ફેક્શન (STI) પણ આનું કારણ બને છે. જો સારવાર ન કરવામાં આવે તો, ઈન્ફેર્શન ગર્ભાશયમાં ફેલાઈ શકે છે, જે ભવિષ્યમાં પ્રજનન તંત્રની સમસ્યાઓ તરફ દોરી જાય છે.

કેટલાક કિસ્સામાં સર્વિસાઈટિસ કે પેલ્વિક ઈફ્લેમેટરી રોગ પણ કારણ બને છે. જે યુટર્સ અને ફૈલોપિયન ટ્યુબને પ્રભાવિત કરે છે. આ સ્થિતિમાં પેટમાં દુખાવો, તાવ કે પછી શારીરિક સંબંધ બાંધતી વખતે દુખાવો થઈ શકે છે. આ માટે જો ડિસ્ચાર્જમાં ફેરફાર થાય તો તેને નજર અંદાજ ન કરો. તેમજ જલ્દી ડોક્ટરની સલાહ લો.

આ વસ્તુઓનું પણ ધ્યાન રાખો. દરરોજ વજાઈનાની સાફ સફાઈ, સુતરાઈ અંડરગાર્મેન્ટસ પહેરો. સિંથેટિક અંડરવિયર ન પહેરો.

પ્રાઈવેટ પાર્ટ હંમેશા સાફ હોવો જોઈએ. પર્યાપ્ત માત્રમાં પાણી પીઓ. તેમજ સંતુલિત ડાયટ લો.તણાવ ઓછો કરો અને પૂરતી ઊંઘ લો, કારણ કે હોર્મોનલ અસંતુલન પણ ડિસ્ચાર્જ વધારી શકે છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
