Women’s Health : શું તમને પણ દર મહિને વહેલા પીરિયડ્સ આવે છે? ડૉક્ટર પાસેથી કારણો જાણો
જો તમને દર મહિને સમય પહેલા પીરિયડ્સ આવે છે. તો આ માટે અનેક કારણો જવાબદાર છે. તો આજે આપણે ગાયનેકોલોજિસ્ટ ટિપ્સમાં આ વિશે વિસ્તારથી વાત કરીએ.

દરેક મહિલાની પીરિયડ્સ સાઈકલ અલગ અલગ હોય છે. મોટા ભાગની મહિલાને 2-7 દિવસ સુધી બ્લીડિંગ થાય છે. આમ તો આ સાઈકલ 28 થી 35 દિવસની હોય છે. કેટલાક લોકોને પીરિયડ્સ સમય પર આવે છે. પરંતુ કેટલાક લોકોને પીરિયડ્સ વહેલા કે મોડા આવે છે. જે રીતે પીરિયડ્સ આવવા એક સમસ્યા હોય છે. તે રીતે સમયથી પહેલા પીરિયડ્સ આવવા એ પણ એક સામાન્ય વાત નથી.

આ માટે તમારા પણ દર મહિને સમયથી પહેલા પીરિયડ્સ આવે છે. તો આ સ્થિતિમાં તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો તમારી ડાઈટ કે, કસરતમાં ફેરફાર થયો છે. તો તમારા પીરિયડ્સ સમય પહેલા આવી શકે છે. ડાયટ અને કસરત તમારી પીરિયડ્સ સાઈકલને નિયંત્રિત કરે છે. જો તમે હેવી વર્કઆઉટ કરવાનું શરુ કર્યું છે. કે પછી ડાયટમાં ફેરફાર કર્યો છે. તો પીરિયડ્સ સમય પહેલા આવી શકે છે.

આ સાથે તમારો વધતુ વજન ઓછુ વજન પણ હોર્મોન્સ અને પીરિયડ્સને પ્રભાવિત કરી શકે છે. આનાથી પીરિયડ્સ જલ્દી આવી શકે છે.

તણાવ અને ચિંતા તમારા હોર્મોન્સને પ્રભાવિત કરે છે. જો તમે તણાવ અને ડિપ્રેશનમાં છો. તો તમને સમય પહેલા પીરિડ્સ આવી શકે છે. આટલું જ નહી તણાવના કારણે તમારા પીરિયડ્સ મોડા આવી શકે છે. આ માટે જો તમે તણાવમાં રહો છો . તો મેડિટેન અને યોગ જરુર કરો. જેનાથી તમને ખુબ લાભ થશે.

જો તમારી રુટિન લાઈફમાં કોઈ બદલાવ થઈ રહ્યો છે. તો આનાથી હોર્મોન્સ પ્રભાવિત થઈ શકે છે. રુટિન લાઈફમાં બદલાવ તમારી પીરિયડ્સ સાઈકલને પણ પ્રભાવિત કરી શકે છે. જો તમારા પીરિયડ્સ મોડા આવવા ઊંઘ તે પછી મોડા ઉઠો છો તો જલ્દી પીરિયડ્સ આવી શકે છે. પીરિયડ્સને યોગ્ય રાખવા માટે તમારી લાઈફસ્ટાઈલ પર જરુર ધ્યાન આપો.

જો તમે વાંરવાર ગર્ભનિરોધક દવાઓનું સેવન કરો છો. તો આની અસર તમારા હોર્મોન્સ અને પીરિયડ્સ સાઈકલ પર અસર કરી શકે છે. ગર્ભનિરોધક દવાઓના સેવનથી હોર્મોન બદલાવ થાય છે. જે સમયથી પહેલા પીરિયડ્સનું કારણ બની શકે છે.

કેટલીક એવી શારીરિક સમસ્યાઓ પણ છે. જે તમારા પીરિયડ્સને પ્રભાવિત કરી શકે છે. જેમ કે, પીસીઓએસ, થાઈરોડ, એન્ડોમેટ્રિયોસિસ હોય શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
