Women’s health : શું મિસકેરેજ પછી બ્લીડિંગ થવું ઈન્ફેક્શનની નિશાની છે? જાણો ગાયનેકોલોજિસ્ટ પાસેથી
મિસકેરેજ પછી બ્લીડિંગ થઈ શકે છે. તેમજ આ ઈન્ફેક્શનનું એક લક્ષણ થઈ શકે છે. આ સાથે સાથે અન્ય લક્ષણો જાણવા ખુબ જરુરી છે. તો આજે આપણે ગાયનેકોલોજિસ્ટ ટીપ્સમાં આ વિશે વધુ વાત કરીશું.

કોઈપણ મહિલાને મિસકેરેજનો અનુભવ થાય છે તે માનસિક અને શારીરિક રીતે સંપૂર્ણપણે તૂટી જાય છે. આવી મહિલાઓને સ્વસ્થ થવા માટે તેમના જીવનસાથીના ઈમોશનલ સપોર્ટની જરૂર હોય છે. જો કે, આપણે એ વાતનો ઇનકાર કરી શકતા નથી કે ક્યારેક, ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા અથવા અકસ્માત જેવા સંજોગો મિસકેરેજ તરફ દોરી શકે છે.

મિસકેરેજ થવા પર વજાઈનલ બ્લીડિંગ, પેટમાં દુખાવો, સ્પોટિંગ જેવા લક્ષણો જોવા મળી શકે છે. આ પરિસ્થિતિમાં, મહિલાઓને યોગ્ય સારવારની જરૂર છે. ડૉક્ટરો મહિલાના ગર્ભાશયને સાફ કરે છે જેથી ભવિષ્યમાં ગર્ભધારણ કરવામાં કોઈ સમસ્યા ન આવે.

તમે જોયું હશે કે ઘણી મહિલાઓને મિસકેરેજ પછી વધારે બ્લીડિંગ થાય છે. તેથી, મિસકેરેજ પછી બ્લીડિંગ શા માટે થાય છે તે સમજવું મહત્વપૂર્ણ છે. શું તે ઈન્ફેક્શનનું લક્ષણ છે?

ગાયનેકોલોજિસ્ટનું કહેવું છે કે, મિસકેરેજ પછી બ્લીડિંગ થવું નોર્મલ હોય છે. કેટલીક મહિલાઓને 4 થી 6 અઠવાડિયા સુધી બ્લીડિંગ થઈ શકે છે. જેમ જેમ બોડી રિકવર થાય છે.

જો કોઈ મહિલાને મિસકેરેજ થયા બાદ હેવી બ્લીડિંગ થઈ રહ્યું છે. તો આને હળવાશથી ન લેવું જોઈએ. કારણ કે, આ ઈન્ફેક્નશનનો સંકેત હોય શકે છે.

પરંતુ તમને હેવી બ્લીડિંગની સાથે-સાથે શરીરમાં અન્ય લક્ષણો પણ જોવા મળે છે. જેમ કે, તાવ આવવો, ઠંડી લાગવી, પેટના નીચેના ભાગમાં દુખાવો થવો આ ઈન્ફેક્શનના સંકેત હોય શકે છે.

જ્યારે મહિલાને મિસકેરેજ બાદ ઈન્ફેક્શન થાય છે. તો યોનિમાંથી જે બ્લીડિંગ થાય છે. તેમાં ખુબ જ દુર્ગધ આવે છે. આ એ કારણ થી થાય છે જ્યારે ટિશ્યુઝ યુટ્રસમાં રહી જાય છે. આ સમયે મહિલાએ આ ઈન્ફેક્શનને અવગણવું જોઈએ નહી.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
