Women’s health : અંડાશયને સ્વસ્થ રાખવા માટે આ 5 ટિપ્સ અપનાવો, જાણો ડોક્ટર શું કહે છે
દરેક મહિલાઓ માટે ઓવરી (અંડાશય)હેલ્થનું ધ્યાન રાખવું ખુબ જરુરી છે. જાણો ઓવરીને સ્વસ્થ રાખવા માટે મહિલાઓએ કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ.

પીરિયડ્સથી લઈ મોનોપોઝ સુધી મહિલાઓના રિપ્રોડક્ટિવ હેલ્થમાં ખુબ બદલાવ જોવા મળે છે. આ કારણે મહિલાઓના ઓવરી હેલ્થમાં પણ બદલાવ આવે છે. ખરાબ લાઈફસ્ટાઈલ, તેમજ અનહેલ્ધી ફુડ જેવી આદતો ઓવરી હેલ્થને નુકસાન પહોંચાડી શકે છે.

આ કારણે ઓવરી સાથે જોડાયેલી સમસ્યાઓનો ખતરો વધી જાય છે. જેનાથી ઓવરીમાં સિસ્ટ, ઈન્ફેક્શન થઈ શકે છે. આ વસ્તુઓના કારણે પીસીઓડી અને પીસીઓએસ જેવી સમસ્યાઓ પણ વધી શકે છે. મોટાભાગની મહિલાઓને આ વિશે જાણકારી હોતી નથી. તેમણે પોતાના ઓવરી હેલ્થનું ધ્યાન કઈ રીતે રાખવું જઈએ. તો આ વિશે આપણે વિસ્તારથી જાણીએ.

તો ચાલો ઓવરીને સ્વસ્થ રાખવા માટે અપનાવો આ ટિપ્સ. ઓવરીના હેલ્થને ઈમ્પ્રુવ કરવા માટે ડાયટ પર ધ્યાન આપો. તમારા રુટિન ડાયટમાં એન્ટીઓક્સીડેન્ટ વિટામિન અને ઓમેગા-3 ફેટી એસિડ વાળા ફૂડ સામેલ કરો. ડાયટમાં મોટા પ્રમાણમાં લીલા શાકભાજી, નટ્સ અને સીડસ તેમજ ફેટી ફિશ સામેલ કરો. જેનાથી શરીરમાં હોર્મોન્સ રેગ્યુલર થશે. તેમજ તમારા ડાયટમાં જંકફુડ તેમજ પ્રોસેસ્ડ ફુડથી દુર રહો.

ઓવરીને હેલ્ધી રાખવા માટે કસરત કરવું ફાયદાકારક છે. તેમજ દરરોજ કસરત કરવાની આદત બનાવો. કસરત માત્ર વેટ કંટ્રોલ રાખવામાં મદદ જ કરશે નહી સાથે રિપ્રોડક્ટિવ ઓર્ગનમાં બ્લડ ફ્લો પણ સારો થશે. જેનાથી ઓવરી ફંક્શન યોગ્ય રીતે કામ કરશે.

ડાયટની સાથે હેલ્ધી તેમજ વજનને મેન્ટેન રાખવો ખુબ જરુરી છે. કારણ કે, વજન વધારે હોવાના કારણે બોડીમાં હોર્મોનલ ઈન્બેલેન્સ થઈ શકે છે. આ કારણે ઓવરી પર પ્રેશર પડે છે. અને આનાથી પીસીઓડી તેમજ પીસીઓએસ જેવી ડિસઓર્ડર થવાનો ખતરો વધી શકે છે. આ માટે વજનને નિયંત્રણમાં રાખો.

ઓવરીને હેલ્ધી રાખવા માટે મહિલાઓએ સ્ટ્રેસ ફ્રી રહેવું જોઈએ. ક્રોનિક સ્ટ્રેસ થવાના કારણે હોર્મોન્સ ઈન્બેલેન્સ થઈ શકે છે. આ કારણે ઓવ્યુલેશનમાં પણ સમસ્યા થઈ શકે છે. આ માટે તમે રિલેક્સેશન ટેક્નિક્સ જેવા યોગ,મેડિટેશન તેમજ ડીપ બ્રીધિંગની પ્રેક્ટિસ કરો.

તમારા અંડાશયને સ્વસ્થ રાખવા માટે હાઇડ્રેશન જાળવવું પણ જરૂરી છે. દારૂના સેવનથી દુર રહો અને પુષ્કળ પાણી પીઓ. તમારા આહારમાં કેફીનનું સેવન નિયંત્રિત કરો અને પ્રોસેસ્ડ ખોરાક ટાળો. આ ઓવરીના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરશે. નિયમિત આરોગ્ય તપાસ જરૂરી છે. આનાથી કોઈપણ જોખમો થવાથી બચી શકાય છે.

જો તમારી પીરિયડ્સ સાઈકલ અનિયમિત હોય અથવા તમને કોઈ અસામાન્ય લક્ષણો દેખાય, તો તમારે શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
