સ્વાદના શોખીનો માટે રાજકોટમાં બન્યુ ગુજરાતનું સૌપ્રથમ રેલવે કોચમાંથી બનેલુ રેસ્ટોરન્ટ- જુઓ તસ્વીરો

રાજકોટ:રંગીલા રાજકોટવાસીઓ હંમેશા કંઈક અલગ કરવા માટે જાણીતા છે. ખાવા,પીવા અને હરવા ફરવાના શોખીન રાજકોટિયન્સને હવે એક નવુ જ નજરાણુ મળ્યુ છે. રાજકોટમાં ટ્રેનના ઓરિજિનલ રેલવે કોચમાંથી રેસ્ટોરન્ટ બન્યુ છે. જેનુ નામ ટ્રેક સાઈડ તડકા નામ રાખવામાં આવ્યુ છે. ગુજરાતમાં ઘણી જગ્યાએ રેલવેના ડબ્બાની થીમ પર રેસ્ટોરન્ટ છે. પરંતુ રિઅલ રેલવે કોચમાંથી બનનારુ આ પ્રથમ રેસ્ટોરન્ટ છે.

Ronak Majithiya
| Edited By: | Updated on: Nov 11, 2023 | 4:53 PM
રાજકોટમાં ગુજરાતનું સૌપ્રથમ રેલવે કોચમાંથી બનેલુ રેસ્ટોરન્ટ બન્યુ છે. સ્વાદના શોખીન રાજકોટિયન્સ માટે આ એક નવુ જ નજરાણુ છે. રિઅલ રેલવે કોચમાંથી બનેલુ આ ગુજરાતનું પહેલુ એવુ રેસ્ટોરન્ટ છે જે રેલવેના ડબ્બાની થીમ પર રેસ્ટોરન્ટ છે. રેલવે દ્વારા આ માટે જગ્યા અને કોચ ફાળવવામાં આવ્યો છે. એસ્ટ્રોન ચોકથી અમીન માર્ગ તરફ જતા રેલવે ટ્રેકની નજીક આ રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યુ છે. અત્યાર સુધી ટ્રેનની પ્રતિકૃતિમાં રેસ્ટોરન્ટ બન્યા છે પરંતુ ટ્રેનના રિયલ કોચમાં બનેલું ગુજરાતનું આ પહેલું રેસ્ટોરન્ટ છે.

1 / 7
રેલ્વે તંત્રની પાસે અનેક જૂના કોચ પડ્યા છે. જેનો સકારાત્મક ઉપયોગ થઈ શકે અને રેલવેની આવક વધે તે માટે આ પ્રયાસ શરુ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં સૌપ્રથમવાર રેલવેના ડબ્બામાં રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યું છે. આ માટે ટેન્ડર કરીને ખાનગી કંપનીને આ જગ્યા અને કોચ ભાડે આપવામાં આવ્યા છે. ખાનગી કંપનીને પાંચ વર્ષના ભાડા માટે રેલવે તંત્રને રૂપિયા 67.06 લાખ આપીને પાંચ વર્ષ માટે મેળવવામાં આવી છે.

2 / 7
અંદાજિત 10 મહિનાના સમયગાળામાં આ રેસ્ટોરન્ટ તૈયાર થયુ છે. આ રેસ્ટોરન્ટ માટે ખાલી ડબ્બાને ટ્રેક પર ફીટ કરી ગોઠવવામાં આવ્યો છે. લોકો ટ્રેનમાં બેસીને જ ભોજનનો આનંદ લેતા હોય તે રીતની અનુભૂતિ આ રેસ્ટોરન્ટમાં જમવા બેસીને થાય છે . કોચની અંદર આખું નવું આલીશાન ઇન્ટિરિયર બનાવવામાં આવ્યું છે. જેમાં રાજકોટના ટોચના ઇન્ટિરિયર ડિઝાઇનર દ્વારા ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. રીઅલ રેલવે કોચમાંથી બનેલું આ રેસ્ટોરન્ટ ફૂલ એસી તૈયાર કરવામાં આવ્યું છે.

3 / 7
આ રેલ કોચ રેસ્ટોરન્ટની બિલકુલ અડીને રેલવે ટ્રેક આવેલું છે. જેથી ત્યારે ટ્રેન નીકળે ત્યારે રેસ્ટોરન્ટમાં જમતા લોકોને અદભૂત અનુભૂતિ થાય છે. રેલવે કોચની અંદર તો રેસ્ટોરન્ટ છે જ પરંતુ આ રેલવે કોચની ઉપર પણ સિટિંગ બનાવાયું છે. રેલ કોચની ઉપર રૂફટોપ પર બેસીને પણ લોકો ભોજનનો આનંદ માણી શકશે. રેલવે કોચની ઉપર બેસીને પણ ભોજન લેતા હોઈએ ત્યારે બાજુના રેલવે ટ્રેક પરથી ટ્રેન નીકળે ત્યારે આકર્ષિત કરનાર દ્રશ્ય સર્જાય છે.

4 / 7
 રેલવે કોચની અંદર અને ઉપર તો સીટીંગ વ્યવસ્થા છે જ.આ ઉપરાંત રેલવે કોચની બાજુમાં પણ રેલવે પ્લેટફોર્મ જેવી થીમ બનાવવામાં આવી છે.જેમાં રેલવે પ્લેટફોર્મ પર બેસીને ભોજન લેતા હોય તેવી અનુભૂતિ થાય છે. તમામ પ્રકારના ભોજનનો સ્વાદ આ રેસ્ટોરન્ટમાં મળશે.  'ટ્રેક સાઈડ તડકા' રેસ્ટોરન્ટ મલ્ટીક્યુઝીન રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યું છે.એટલે કે અહીંયા તમામ પ્રકારના ભોજનનો સ્વાદ મળશે.જેમ કે ચાઇનીઝ,પંજાબી,ગુજરાતી,કોન્ટિનેન્ટલ,સાઉથ ઇન્ડિયન,મેક્સિકન,ફાસ્ટ ફૂડ, મોકટેલ આ તમામ વાનગીઓ એક જ જગ્યાએ અદભૂત વાતાવરણમાં મળી રહેશે.

5 / 7
આ ટ્રેક સાઈડ રેસ્ટોરન્ટને ડિઝાઇન કરનાર આર્કિટેક કંપનીના માલિક વિરલભાઈ શિલ્હર tv9 સાથેની  વાતચીતમાં જણાવ્યુ કે આ પ્રકારની ચેલેન્જ તેઓ પાસે પ્રથમ વખત આવી હતી. ટ્રેનના ફાજલ પડેલા ડબ્બામાંથી એક આલીશાન રેસ્ટોરન્ટ બનાવવું ચેલેન્જ વાળું કામ હતું કારણ કે આ પહેલા તેઓએ આ પ્રકારનું રેસ્ટોરન્ટ બનાવ્યું નહોતું. ચેલેન્જ એટલે હતી કે ટ્રેનના ડબ્બાના મૂળ સ્ટ્રકચરને કોઈ નુકસાન ન થાય તે રીતે કામ કરવાનું હતું.

6 / 7
અંદરથી આખા કોચની ડિઝાઇન ચેન્જ કરવાની હતી પરંતુ અંદર બેસીને રેલવે કોચની અનુભૂતિ થાય તે બાબત પણ ધ્યાનમાં રાખવાની હતી. જેથી એક એક બાબત ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવ્યું છે અને આખરે 10 મહિના જેટલા સમયગાળામાં એક ફાજલ રેલવે કોચમાંથી એક આલીશાન રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યું. આ રેસ્ટોરન્ટ ખૂબ જ આકર્ષક લાગી રહ્યું છે અને બાળકોની સાથે સાથે તમામ વર્ગના લોકોને ખૂબ જ આકર્ષિત પણ કરી રહ્યું છે.

7 / 7
Follow Us:
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો

હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે

ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી

મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video

દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video

ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર

જામનગરમાં 1.81 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ

g clip-path="url(#clip0_868_265)">