અમદાવાદમાં બે કલાક વરસેલા વરસાદે સર્જી હાલાકી, રાણીપ મેટ્રો સ્ટેશનને થયું નુકસાન
Ahmedabad: શહેરમાં સતત બે કલાક વરસેલા વરસાદે હાલાકી સર્જી છે. ભારે વરસાદ અને તોફાની પવનને કારણે રાણીપ મેટ્રો સ્ટેશનને નુકસાન પહોંચ્યુ છે. સ્ટેશનમાં પણ પાણી ભરાયા હતા. મેટ્રો સ્ટેશન પર સિક્યોરિટી મેટલ બેગેજને ઘણુ નુકસાન પહોંચ્યુ અને તૂટી પડ્યુ હતું.

અમદાવાદમાં વરસેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ભારે પવનને કારણે રાણીપ મેટ્રો સ્ટેશનને ભારે નુકસાન પહોંચ્યુ

ભારે વરસાદને કારણે રાણીપ મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાઈ ગયા હતા. મેટ્રો સ્ટેશનમાં સ્કેનિંગ મશીનને તેમજ સિક્યોરિટ મેટલ બગેજને નુકાસન પહોંચ્યુ અને તૂટી પડ્યુ હતુ.

તોફાની પવન અને ધોધમાર વરસાદને કારણે શહેરમાં અનેક સ્થળોએથી નુકસાનીના દૃશ્યો સામે આવ્યા. અહાીં જોઈ શકાય છે કે મેટ્રો સ્ટેશનની કેવી હાલત થઈ છે. મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાઈ જતા હાલાકી પડી હતી.

વરસાદને કારણે શાહપુરમાં દીવાલ ધરાશાયી થઈ હતી. ગોમતીપુરમાં કરા સાથે પડેલા વરસાદને કારણે મકાનોના પતરા ઉડ્યા હતા. ઝુંડાલમાં બાબાના દરબારનો મંડપ પણ તૂટી પડ્યો હતો. ભારે પવનને કારણે બાબાના કાર્યક્રમનો મંડપ પણ તૂટ્યો.

તોફાની પવન અને ધોધમાર વરસાદને કારણે વાસણા બેરેજના બે દરવાજા 2 ફુટ સુધી ખોલાવામાં આવ્યા જ્યારે રૌદ્ર વરસાદને કારણે સાબરમતી ગાંડીતૂર બની હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા.