છોટા ઉદેપુરના બોડેલીમાં જાણે કે આભ ફાટ્યુ હોય તેમ 22 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે અને ઠેરઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
બોડેલી પાસેના પાલેજ ગામમાં ભારે હાલાકી પડી રહી છે, SDRFની ટીમ રાહત બચાવની કામગીરી કરી મધરાતે 500 લોકોને બચાવ્યા.
ઠેર ઠેર ઝાડ પડ્યા હોવાની ઘટનાથી રસ્તાઓ બંધ છે, હજુ પણ ગામમાંથી નથી ઓસર્યા પાણી.
અમદાવાદના પાલડી નારાયણ નગર રોડ વિસ્તારમાં કાર પર ઝાડ પડ્યું.
જો કે કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.