Gujarat Election Result 2022: ભાજપના આ ઉમેદવારોએ 1 લાખથી વધુ મત મેળવી ભવ્ય વિજય મેળવ્યો
Gujarat Vidhan Sabha Election Result 2022: ગુજરાતમાં ભાજપે મોટો જનમત મેળવ્યો છે અને 156 સીટ પર ભગવો લહેરાવ્યો છે. ત્યારે કેટલાક ભાજપના ઉમેદવારે 1 લાખથી પણ વધારે મતોથી વિજય મેળવ્યો છે. જાણો તે ઉમેદવારોના નામ

અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલે 1.92 લાખ મતથી વિજય મેળવ્યો છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અમી યાજ્ઞિકની હાર થઈ છે.

સુરતની મજૂરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીની 1.16 લાખથી વધુ મતથી જીત થઈ છે. જ્યારે કોંગ્રેસ નેતા બલવંત જૈનને હારનો સામનો કરવો પડ્યો છે.

અમદાવાદની એલિસબ્રિજ બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહની 1.04 લાખથી વધુ મતથી જીત થઈ છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ભીખુ દવેની હાર થઈ છે.

રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો.દર્શિતા શાહનો 1.05 લાખથી વધુ મતોથી જીત થઈ છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મનસુખ કાલરિયાની હાર થઈ છે.

અમદાવાદ જિલ્લાની વટવા બેઠક પર ભાજપના ઉમેદવાર બાબુસિંહ જાદવનો 1.8 લાખથી વધુ મતથી વિજય થયો છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર બળવંત ગઢવીનો પરાજય થયો છે.

સુરત પશ્ચિમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુર્ણેશ મોદીએ 1.04 લાખથી વધુ મતથી જીત મેળવી છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સંજય પટવાને હારનો સામનો કરવો પડ્યો છે.

વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત પટેલનો 1.02 લાખથી વધુ મતથી વિજય થયો છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર કમલકુમાર પટેલને હારનો સામનો કરવો પડ્યો છે.