Gujarati News » Photo gallery » Gujarat Election 2022 Gujarat in the colors of democracy unique voters reached the polling stations to do their duty
લોકશાહીના રંગે રંગાયુ ગુજરાત, ફરજ નિભાવવા મતદાન મથકો સુધી પહોંચ્યા અનોખા મતદાતાઓ
TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
Updated on: Dec 05, 2022 | 8:03 PM
Gujarat Assembly Election 2022: આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાનનો બીજો તબક્કો પૂરો થયો છે. આ મતદાન દરમિયાન અનોખા મતદાતાઓ મતદાન કરવા પહોંચ્યા હતા.
ખેડાના નડિયાદમાં અકસ્માતમાં હાથ ગુમાવનાર અંકિત સોની પગથી મતદાન કરવા આવ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન પૂર્ણ થયુ છે. બીજા તબક્કામાં સરેરાશ 60 ટકાથી વધુ મતદાન નોંધાયુ છે.
નવજાત બાળકની માતા અને NRI કપલ મહત્વનું કામ છોડી પહોંચ્યા મતદાન માટે.
બીજા તબક્કામાં મતદાન માટે ટ્રાન્સજેન્ડર મતદાતાઓ પણ મતદાન મથકો પર પહોંચ્યા હતા.
અનેક વર-કન્યા પણ પોતાના લગ્ન પ્રસંગ બાદ મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચ્યા હતા.
આ સાથે 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયુ છે. પ્રથમ તબક્કામાં પણ 61 ટકા મતદાન નોંધાયુ હતુ. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન નોંધાયુ હતુ.
દિયોદર વિધાનસભા મતવિસ્તારમાં નાની ઘરનાળ ગામે કોરોના પોઝિટિવ પેશન્ટ બાબુભાઇ દેસાઇએ PPE કીટ પહેરી કોવિડ પ્રોટોકોલ સાથે મતદાન કર્યુ હતુ.
દિવ્યાંગ મતદાતાઓ પણ પહોંચ્યા હતા લોકશાહીના પર્વમાં ફરજ નીભવવા.
મોટી ઉંમરના મતદાતાઓ પણ યુવાન જેવો ઉત્સાહ લઈને મતદાન કરવા પહોંચ્યા હતા.
વૃદ્ધો એ મતદાન કરીને યુવા મતદાતાઓને મતદાન માટે કર્યા પ્રેરિત.