AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST on Health Insurance: સોમવારે થશે તમારી કિસ્મતનો નિર્ણય, સ્વાસ્થ્ય વીમાને મળશે GSTમાંથી મુક્તિ !

GST કાઉન્સિલ આવતીકાલે આરોગ્ય વીમા પ્રીમિયમ પર GSTના ચર્ચાસ્પદ મુદ્દા પર અંતિમ મંજૂરી આપશે. કાઉન્સિલની બેઠક પહેલા GST ઘટાડા અંગે ઉચ્ચ અધિકારીઓએ શું સૂચનો આપ્યા તે અહીં મહત્વના મુદ્દાઓ આપવામાં આવ્યા છે.

| Updated on: Sep 08, 2024 | 7:43 AM
હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર GSTનો મુદ્દો ઘણા સમયથી ગરમ છે. હવે આને રોકવા માટે માત્ર એક જ દિવસ બાકી છે. GST કાઉન્સિલની બેઠક સોમવારે એટલે કે 9 સપ્ટેમ્બરે યોજાવાની છે. આ બેઠક પછી સ્પષ્ટ થશે કે હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર GSTમાંથી મુક્તિ મળશે કે નહીં.

1 / 6
જો હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરના GST દરો ઘટાડવામાં આવે અથવા નાબૂદ કરવામાં આવે તો દેશના કરોડો લોકો માટે સ્વાસ્થ્ય વીમો પોસાય તેમ બની જશે. જો કે બીજી તરફ સરકારની કમાણી પર પણ તેની અસર પડશે. આવી સ્થિતિમાં GST કાઉન્સિલ આ બેઠકમાં શું નિર્ણય લેશે તે જાણવા માટે દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

2 / 6
GST કાઉન્સિલ હેઠળ જ ફિટમેન્ટ કમિટી છે. હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટી દરમાં ફેરફાર અંગે આ સમિતિમાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ સમિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના મહેસૂલ અધિકારીઓ પણ ભાગ લે છે. સમિતિએ GST કાઉન્સિલ સમક્ષ ઘણા સૂચનો રજૂ કર્યા છે, જોકે અંતિમ નિર્ણય કાઉન્સિલના હાથમાં છે.

3 / 6
હાલમાં પોલિસી ધારકોએ સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પર 18 ટકા GST ચૂકવવો પડે છે. જ્યારે સરકાર પાસે માંગ છે કે કાં તો આના પર GST નાબૂદ કરવામાં આવે અથવા આ દર ઘટાડીને 5% કરવામાં આવે.

4 / 6
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લગભગ એક મહિના પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણને મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમને GSTના દાયરામાં રાખવા વિનંતી કરી હતી. શુક્રવાર, 6 સપ્ટેમ્બરના રોજ, કર્ણાટક સરકારે કેન્દ્રને નિમ્ન અને મધ્યમ આવક જૂથના પોલિસીધારકો માટે આરોગ્ય વીમા પર 18% GST લાગુ કરવા પર પુનર્વિચાર કરવા અપીલ કરી હતી.

5 / 6
પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ પણ કાઉન્સિલને GST હટાવીને સામાન્ય લોકોને રાહત આપવા વિનંતી કરી છે. મીડિયા અહેવાલ મુજબ, રાજ્યના નાણામંત્રીએ કહ્યું કે “અધિકારીઓ એવા વિકલ્પો શોધી રહ્યા છે જે ધારકોને મદદ કરી શકે. જો કે, અમને એ પણ ચિંતા છે કે વીમા કંપનીઓ નફો પોતાના માટે રાખી શકે છે અને તેનાથી સ્વાસ્થ્ય વીમા ખરીદનારાઓને કોઈ ફાયદો થશે નહીં. અન્ય એક મંત્રીએ નિવેદન આપ્યું હતું કે, "બેઠકમાં મંત્રી એવી ફોર્મ્યુલા આપવાનો પ્રયાસ કરશે કે જેનાથી ગ્રાહકો પરનો બોજ ઘટે અને નફો કંપનીઓના ખિસ્સામાં ન જાય તે પણ સુનિશ્ચિત કરશે."

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">