Plant In Pot : મધથી પણ વધારે મીઠા છે આ છોડના પાન, ડાયાબિટીસના દર્દીની સુગર ક્રેવિંગ કરશે છૂમંતર, જુઓ તસવીરો
વર્તમાન સમયમાં મોટાભાગના લોકો પોતાના ઘરે જ છોડ ઉગાડવાનો શોખ રાખે છે. ત્યારે આપણે ઘરે કૂંડામાં જ અનેક ઔષધિ ઉગાડી શકાય છે. તમે ઘરે સ્ટીવિયાનો છોડ પણ ઉગાડી શકો છો. સ્ટીવિયા એક ઔષધિ છે. જેને મીઠી તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે.તેનુ સેવન કરવાથી શરીરમાં અનેક લાભ થાય છે.

સ્ટીવિયાનો છોડ ઘરે ઉગાડવો ખૂબ જ સરળ છે. આ છોડને ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા માટીમાં 50 ટકા કોકો-પીટ અને 50 ટકા વર્મી કમ્પોસ્ટ અથવા છાણિયુ ખાતર ઉમેરીને બરાબર મિક્સ કરો.

હવે માટીના મિશ્રણને કૂંડામાં ભરી લો. ત્યારબાદ તેમાં 3-4 ઈંચ ઉંડાઈએ સ્ટીવિયાનો છોડ રોપી તેના ઉપર માટી નાખી દો. આ છોડને યોગ્ય પ્રમાણમાં પાણી પીવડાવો.

આ સ્ટીવિયાનો છોડને ઉગાડ્યાના 20 દિવસ પછી છોડને ગ્રોથ થવાની શરુઆત થાય છે. ધ્યાન રાખો કે છોડને સીધો સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો.

તેમજ આ છોડને 4 મહિના પછી તમે નિયમિતપણ છોડની લણણી કરી શકો છો. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે છોડ પર સીધુ જ જંતુનાશક અથવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનું ટાળો. તમે ઈચ્છો તો લીમડાના તેલને પાણીમાં ઓગાળીને સ્પ્રે તરીકે ઉપયોગ કરી શકો છો.

જો તમે સ્ટીવિયાનો છોડ જમીન પર ઉગાડવા માગતા હોવ તો માટીમાં ફોસ્ફરસ, નાઈટ્રોજન હોવુ જરુરી છે. ( સ્ટીવિયાના પાનનું સેવન કરતા પહેલા એક તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)
