Govinda Divorce: પત્ની સુનિતાને છૂટાછેડા આપી રહ્યો ગોવિંદા? 37 વર્ષ બાદ સબંધોમાં આવી કડવાશ
એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નના 37 વર્ષ બાદ ગોવિંદા તેની પત્ની સુનીતા આહુજાને છૂટાછેડા આપવા જઈ રહ્યો છે. જો કે આ અંગે ગોવિંદા અને સુનીતા આહુજા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ગોવિંદાએ પોતાની જબરદસ્ત એક્ટિંગ અને ડાન્સિંગ ટેલેન્ટથી ફેન્સમાં એક ખાસ જગ્યા બનાવી છે. દરેક શૈલીની ફિલ્મો કરી ચૂકેલા ગોવિંદાને મોટા પડદા પર જોવા માટે ચાહકો ઉત્સુક છે. હાલમાં ગોવિંદા પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. હવે સોશિયલ મીડિયા પર તેના વિશે એક મોટો ખુલાસો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નના 37 વર્ષ બાદ ગોવિંદા તેની પત્ની સુનીતા આહુજાને છૂટાછેડા આપવા જઈ રહ્યો છે. જો કે આ અંગે ગોવિંદા અને સુનીતા આહુજા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

એવા અહેવાલો છે કે ગોવિંદાનું 30 વર્ષની મરાઠી અભિનેત્રી સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર છે. Reddit પર એક પોસ્ટ અનુસાર, ગોવિંદા છૂટાછેડા લેવા જઈ રહ્યો છે. સુનીતાએ તાજેતરના ઘણા ઇન્ટરવ્યુમાં ગોવિંદાના અફેર વિશે સંકેતો આપ્યા છે. તેઓ બંને અલગ-અલગ મકાનોમાં રહે છે કારણ કે તેમનો શેડ્યુલ મેચ થતા નથી.

જો કે, છૂટાછેડા અને એક્સ્ટ્રા મેરીટલ અફેર અંગે ગોવિંદા અને સુનીતા દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હવે આ સમાચારોમાં કેટલું સત્ય છે તે ગોવિંદા અને સુનીતા જ કહી શકે છે.

સુનીતાએ હિન્દી રશને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ગોવિંદા સાથે નથી રહેતી. સુનીતાએ કહ્યું હતું કે તેઓ મોટાભાગે અલગ રહે છે. સુનીતા બાળકો સાથે ફ્લેટમાં રહે છે. જ્યારે ગોવિંદા ફ્લેટની સામેના બંગલામાં રહે છે.

આ સિવાય સુનીતાએ કહ્યું હતું કે, 'કોઈ પણ માણસ પર ક્યારેય વિશ્વાસ ન કરો. લોકો કાચિંડાની જેમ રંગ બદલે છે. અમારા લગ્નને 37 વર્ષ થયા છે. તે ક્યાં જશે? પહેલા ક્યારેય ક્યાંય જતો નહોતો અને હવે મને ખબર નથી...' સુનીતાએ કહ્યું હતું - હું પહેલા ખૂબ જ સિક્યોર હતી. પણ હવે હું નથી. 60 પછી લોકોની બુદ્ધિ બગડી જાય છે. ગોવિંદાએ 60 વર્ષ પૂર્ણ કર્યા છે. કોણ જાણે શું કરી રહ્યો છે. મેં ગોવિંદાને કહ્યું કે તું 60 વર્ષનો થઈ ગયો છે, બુદ્ધિ બગડી ના જાય સાચવજે.

તમને જણાવી દઈએ કે ગોવિંદા અને સુનીતાના લગ્ન 1987માં થયા હતા. બંનેએ ખૂબ નાની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા. તે સમયે સુનીતાની ઉંમર માત્ર 18 વર્ષની હતી. આ લગ્નથી સુનીતા અને ગોવિંદાને બે બાળકો ટીના અને યશવર્ધન છે.
ગોવિંદા બોલિવુડનો ફેમસ એક્ટર છે તેને તેની એક્ટિંગ અને ડાન્સથી કરોડો લોકોને દિવાના બનાવી દીધા હવે આ એક્ટર 37 વર્ષ બાદ પત્ની સુનિતાથી છૂટાછેડા લઈ રહ્યોની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે બોલિવુડના આવા જ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
