AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver: સવારે કડાકો અને સાંજે ધડાકો! એક જ દિવસમાં ભાવ તળિયે જઈને ફરી ઉછળ્યા, શું આ તેજીના અંતનો સંકેત છે કે ખરીદીની સુવર્ણ તક?

સોના-ચાંદીના સ્થાનિક બજારમાં હાલમાં 'સોનામાં તેજીનો તડકો અને ચાંદીમાં મંદીની છાયા' જેવી અજીબ સ્થિતિ જોવા મળી રહી છે. સોનું ગગડીને ફરી ઉછળ્યું હોવા છતાં ચાંદીમાં લોઅર સર્કિટ લાગતા બજારમાં ભારે ગભરાટની સ્થિતિ ફેલાઈ છે.

| Updated on: Feb 02, 2026 | 7:37 PM
Share
ઘરેલું ફ્યુચર્સ માર્કેટમાં સોમવારે (2 ફેબ્રુઆરી) સોનાએ જોરદાર વાપસી કરી છે. દિવસની શરૂઆતમાં ભારે ઘટાડાને કારણે સોનું લોઅર સર્કિટ સુધી પહોંચી ગયું હતું પરંતુ થોડા જ સમયમાં તેમાં ઝડપી રિકવરી જોવા મળી હતી. જો કે, ચાંદી પર સતત ત્રીજા દિવસે દબાણ જોવા મળ્યું હતું અને કિંમતોમાં ભારે ઉતાર-ચઢાવ ચાલુ રહ્યો હતો.

1 / 12
બજારના નિષ્ણાતોનું કહેવું છે કે, આ તેજ મુવમેન્ટ મહિનાઓની સતત તેજી પછી આવેલું એક જરૂરી કરેક્શન (Correction) છે. ટૂંકમાં લાંબાગાળાના બુલિશ ટ્રેન્ડ (તેજીના ટ્રેન્ડ)ના અંતનો સંકેત નથી. MCX પર એપ્રિલ ગોલ્ડ ફ્યુચર્સની શરૂઆત નબળી રહી હતી. શરૂઆતી કારોબારમાં કિંમતો ₹10,688 એટલે કે અંદાજે 7.2% તૂટીને ₹1.37 લાખ પ્રતિ 10 ગ્રામના ઈન્ટ્રાડે લો (નિચલી સપાટી) સુધી પહોંચી ગઈ હતી. આ દરમિયાન કોન્ટ્રાક્ટે એક્સચેન્જનું લોઅર સર્કિટ પણ સ્પર્શ્યું હતું.

2 / 12
જો કે, આ વેચવાલી લાંબો સમય ટકી ન હોતી. નીચા સ્તરે ખરીદદારો સક્રિય થયા અને સોનાએ તેના તમામ ઘટાડાની ભરપાઈ કરી લીધી હતી. સાંજ સુધીમાં ગોલ્ડ ફ્યુચર્સ ₹1,800 એટલે કે લગભગ 1.33% ના ઉછાળા સાથે ₹1,49,500 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરવા લાગ્યું હતું. આમ, સોનું તેના ઇન્ટ્રાડે લો (નિચલી સપાટી) થી અંદાજે ₹12,000 ઉછળ્યું હતું.

3 / 12
સોનાથી વિપરીત ચાંદીને કોઈ મજબૂત ટેકો (Support) મળ્યો નથી. MCX સિલ્વર ફ્યુચર્સ શરૂઆતી કારોબારમાં ₹39,847 એટલે કે અંદાજે 15% તૂટીને ₹2.25 લાખ પ્રતિ કિલોના લોઅર સર્કિટ સુધી ગગડ્યા હતા. ત્યારબાદ કિંમતોમાં થોડો સુધારો ચોક્કસ જોવા મળ્યો હતો પરંતુ તેમ છતાંય ચાંદી 3.6% ના ઘટાડા સાથે ₹2.56 લાખ પ્રતિ કિલો પર રહી હતી. આ સતત ત્રીજો દિવસ હતો, જ્યારે ચાંદીમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો.

4 / 12
વૈશ્વિક બજારોમાં સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી હતી. COMEX પર એપ્રિલ ગોલ્ડ ફ્યુચર્સ 0.11% ના નજીવા વધારા સાથે 4,750.31 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. બીજી તરફ, માર્ચ સિલ્વર ફ્યુચર્સ 4.24% ઉછળીને 81.86 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું હતું. આના પરથી સ્પષ્ટ થાય છે કે, આંતરરાષ્ટ્રીય બજારોની સરખામણીએ સ્થાનિક (ભારતીય) બજારમાં ઉતાર-ચઢાવ ઘણો વધારે તેજ રહ્યો હતો.

5 / 12
સોના-ચાંદીના ભાવમાં બજારમાં જોવા મળેલી આ તેજ ઉથલપાથલ અંગે કોમોડિટી નિષ્ણાતોનું કહેવું છે કે, તાજેતરનો ઘટાડો એ માત્ર કરેક્શન (Correction) નો ભાગ છે, ટ્રેન્ડ બદલાવાનો સંકેત નથી. LKP Securities ના વીપી રિસર્ચ એનાલિસ્ટ (કોમોડિટી અને કરન્સી) જતીન ત્રિવેદી (Jateen Trivedi) ના જણાવ્યા અનુસાર, સોમવારે સવારના સત્રમાં સોના પર જબરદસ્ત દબાણ જોવા મળ્યું હતું. તેમણે જણાવ્યું કે, "જેવું CME ગોલ્ડ 4,500 ડોલરની નીચે સરક્યું, MCX ગોલ્ડ પણ અંદાજે ₹9,000 તૂટીને ₹1.38 લાખની નીચે જતું રહ્યું હતું. જો કે, આ નબળાઈ લાંબો સમય ટકી શકી નહીં. નીચા સ્તરે થયેલી મજબૂત ખરીદીને કારણે સોનાએ જોરદાર વાપસી કરી છે."

6 / 12
ત્રિવેદીના મતે, રેકોર્ડ હાઈથી આવેલો ઘટાડો, માર્જિનમાં વધારો અને નફાખોરી (Profit booking) ને કારણે બજારમાં હાલમાં અત્યંત વોલેટિલિટી (અસ્થિરતા) જોવા મળી રહી છે. ટેકનિકલ દૃષ્ટિકોણથી જોઈએ તો, MCX ગોલ્ડ માટે ₹1,35,000 નું લેવલ મહત્વના સપોર્ટ તરીકે કામ કરી રહ્યું છે, જ્યારે ઉપરની તરફ ₹1,50,000 ની આસપાસ મજબૂત રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યો છે. કોમોડિટી નિષ્ણાત એન.એસ. રામાસ્વામીના જણાવ્યા અનુસાર, સોના અને ચાંદીમાં તાજેતરમાં જોવા મળેલો ઘટાડો એ જરૂરિયાત કરતાં વધુ આવેલી તેજી પછીનો એક નેચરલ 'શેકઆઉટ' (Natural Shakeout) છે.

7 / 12
તેમનું કહેવું છે કે, ડૉલરમાં મજબૂતીએ ચોક્કસપણે વેચવાલીને વેગ આપ્યો છે પરંતુ સોનામાં લાંબાગાળાની તેજીનો તર્ક (Bull Case) હજુ પણ અકબંધ છે. તેને સેન્ટ્રલ બેંકોની સતત ખરીદી, જીઓ-પોલિટિકલ જોખમ (Geo-political risks) અને પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશનની વધતી માંગનો મજબૂત ટેકો મળી રહ્યો છે. રામાસ્વામીના જણાવ્યા અનુસાર, વર્ષ 2025ના ચોથા ક્વાર્ટરમાં સેન્ટ્રલ બેંકોએ અંદાજે 230 ટન સોનાની ખરીદી કરી હતી. વર્ષ 2026માં આ ખરીદી 800 ટનથી વધુ રહેવાની અપેક્ષા છે. આ મજબૂત માંગ જ સોનાના ભાવને નીચલા સ્તરે મજબૂત ટેકો (Support) પૂરો પાડે છે.

8 / 12
તેમનું માનવું છે કે, વર્તમાન ઉતાર-ચઢાવ શાંત થયા પછી વર્ષ 2026માં સોનું તેના તાજેતરના ફ્યુચર્સ હાઈ 5,645 ડોલરની ઉપર પણ જઈ શકે છે. રામાસ્વામીનું કહેવું છે કે, સોનાની સરખામણીએ ચાંદીમાં ઘટાડો વધુ ઊંડો રહ્યો છે. આનું મુખ્ય કારણ માર્જિન જરૂરિયાતોમાં થયેલો વધારો છે, જેના કારણે લિવરેજ (ઉછીના નાણાં) લઈને પોઝિશન બનાવનારા ટ્રેડર્સને મજબૂરીમાં પોતાની પોઝિશન કાપવી પડી (વેચવાલી કરવી પડી) હતી.

9 / 12
તેમના મતે, હાલમાં ચાંદી 72 થી 78 ડોલરની રેન્જમાં રહી શકે છે. બીજું કે, જ્યાં સુધી કિંમતો મજબૂતી સાથે 80 ડોલરની ઉપર સ્થિર ન થાય, ત્યાં સુધી કોઈ મોટો બ્રેકઆઉટ (તેજી) મળવો મુશ્કેલ છે. SAMCO Securities ના અપૂર્વ શેઠનું કહેવું છે કે, ભારે ઉતાર-ચઢાવ છતાં સોનાનો લાંબાગાળાનો ટ્રેન્ડ (Long-term trend) હજુ પણ ઉપરની તરફ જ છે.

10 / 12
શેઠના જણાવ્યા અનુસાર, સોનું હજુ પણ 'હાયર હાઈ' (Higher High) અને 'હાયર લો' (Higher Low) બનાવી રહ્યું છે. મુખ્ય બ્રેકઆઉટ લેવલ્સ હજુ પણ જળવાયેલા છે. આ સંકેત આપે છે કે, મજબૂત રોકાણકારો દરેક ઘટાડા પર ખરીદી કરી રહ્યા છે. તેમનો અંદાજ છે કે, આગામી મહિનાઓમાં સોનું ₹1.32 લાખથી ₹1.80 લાખ પ્રતિ 10 ગ્રામની રેન્જમાં કોન્સોલિડેટ (સ્થિર) થઈ શકે છે.

11 / 12
શેઠનું કહેવું છે કે, આ રેન્જ-બાઉન્ડ ફેઝ (મર્યાદિત વધઘટનો તબક્કો) નકારાત્મક નથી પરંતુ તેને હેલ્ધી ગણવો જોઈએ. આનાથી બજારમાં જરૂરિયાત કરતાં વધુ થતી સટ્ટાબાજી ઠંડી પડશે, જ્યારે લાંબાગાળાનો તેજીનો ટ્રેન્ડ (Bullish trend) જળવાઈ રહેશે.

12 / 12

Gold Silver: ETFમાં રોકાણ કરનારા રડ્યા પણ મ્યુચ્યુઅલ ફંડ વાળા હસ્યા! એક જ સેક્ટર તેમ છતાંય રિટર્નમાં જમીન-આસમાનનો તફાવત કેમ?

g clip-path="url(#clip0_868_265)">