AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોલ્ડ માર્કેટમાં વર્ષો પછી આવ્યો આ ‘બદલાવ’! હવે તિજોરીમાં સોનું રાખવાની ચિંતા છોડો, NSE એ રોકાણકારો માટે લીધો ‘મોટો નિર્ણય’

સોનામાં રોકાણ કરવાની વર્ષો જૂની પદ્ધતિ હવે બદલાવા જઈ રહી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જે (NSE) રોકાણકારો માટે એક નવો અને આધુનિક ટ્રેડિંગ સેગમેન્ટ રજૂ કર્યો છે, જે ગોલ્ડ માર્કેટને વધુ સુરક્ષિત તેમજ પારદર્શક બનાવશે.

| Updated on: May 04, 2026 | 8:24 PM
Share
નેશનલ સ્ટોક એક્સચેન્જે (NSE) રોકાણકારો માટે એક મોટું પગલું ભરતા ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીટ્સ (EGRs) ના રૂપમાં નવો ટ્રેડિંગ સેગમેન્ટ શરૂ કર્યો છે. આ પહેલ દેશના પરંપરાગત અને મોટા ગોલ્ડ માર્કેટને વધુ આધુનિક તેમજ વ્યવસ્થિત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. NSE એ તેની પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, આ પહેલ ગોલ્ડ માર્કેટમાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને ઔપચારિકતા લાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી છે. આ લોન્ચિંગ દ્વારા ફિઝિકલ ગોલ્ડ અને ફાઇનાન્શિયલ માર્કેટ વચ્ચે લાંબા સમયથી ચાલી આવતા અંતરને ઘટાડવાની અપેક્ષા છે. આ પ્લેટફોર્મ રોકાણકારોને સોનાના ટ્રેડિંગ માટે એક રેગ્યુલેટેડ, સુરક્ષિત અને ટેકનોલોજી આધારિત વ્યવસ્થા પૂરી પાડશે.

1 / 5
ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીટ્સ (EGRs) એક પ્રકારના ડિજિટલ સર્ટિફિકેટ છે. આ દર્શાવે છે કે, તમારી પાસે અસલી સોનું છે. આ સોનું સુરક્ષિત રીતે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) માન્ય વોલ્ટ્સમાં રાખવામાં આવે છે અને રોકાણકારો તેને ડિપોઝિટરી દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રાખે છે. દરેક EGR ની પાછળ અસલી સોનું હોય છે અને તેને શેરની જેમ એક્સચેન્જ પર ખરીદી તેમજ વેચી શકાય છે.

2 / 5
નેશનલ સ્ટોક એક્સચેન્જની આ નવી સિસ્ટમ માત્ર રોકાણકારો માટે જ નહીં પરંતુ જ્વેલર્સ, રિફાઇનર્સ, ટ્રેડર્સ અને મોટા સંસ્થાકીય રોકાણકારો માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. આનાથી ગોલ્ડ માર્કેટ વધુ વ્યવસ્થિત અને પારદર્શક બનશે. NSE એ 1000 ગ્રામના ગોલ્ડ બારને સફળતાપૂર્વક EGR માં રૂપાંતરિત કરીને દર્શાવ્યું છે કે, ફિઝિકલ ગોલ્ડને સરળતાથી ડિજિટલ સ્વરૂપમાં બદલી શકાય છે. આનો અર્થ એ છે કે, હવે સોનાને સુરક્ષિત રીતે ડિજિટલ ફોર્મમાં રાખી અને ટ્રેડ કરી શકાય છે. આ સિસ્ટમ પારદર્શિતા અને સુરક્ષિત ટ્રેડિંગને પ્રોત્સાહન આપે છે.

3 / 5
NSE ના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ ક્રિષ્નનના જણાવ્યા અનુસાર, EGR ની શરૂઆત ભારતમાં સોનામાં રોકાણ કરવાની રીતને બદલનારું મોટું પગલું છે. તેમણે કહ્યું કે, NSE ની મજબૂત ટેકનોલોજી અને લિક્વિડિટીની મદદથી હવે દેશભરના રોકાણકારોને વધુ વિશ્વાસ તેમજ પારદર્શિતા સાથે ગોલ્ડ ટ્રેડિંગની તક મળશે. તેમનું માનવું છે કે, આ સિસ્ટમ ગોલ્ડને એક મોર્ડન ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન તરીકે સ્થાપિત કરશે અને વધુ લોકોને રોકાણ સાથે જોડવામાં મદદ કરશે.

4 / 5
EGR દ્વારા રોકાણકારો ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સોનું રાખી શકે છે, જેની ક્વોલિટી નિશ્ચિત હોય છે. આ સાથે, તેઓ ફિઝિકલ અને ડિજિટલ ગોલ્ડ વચ્ચે સરળતાથી ફેરફાર પણ કરી શકે છે. આનાથી નાના રોકાણકારો પણ ઓછી માત્રામાં ગોલ્ડ ખરીદી શકે છે તેમજ તેમને બીજા ડીમેટ ઇન્વેસ્ટમેન્ટની જેમ વધુ લિક્વિડિટી અને સુવિધા મળશે.

5 / 5

અદાણીના આ શેરમાં આંખ બંધ કરીને રોકાણ કરી લો! એક્સપર્ટે આપ્યું ‘Buy’ રેટિંગ, ભાવ ₹1900 સુધી જવાની શક્યતા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">