Gold Price Today: આજે વધી ગયો સોનાનો ભાવ ! જાણો 22 કેરેટ સોનું કેટલું મોંઘુ થયું
ખરેખર, લગ્નની સિઝન દરમિયાન સોનાના ભાવમાં ઝડપથી વધઘટ જોવા મળે છે. નિષ્ણાતો કહે છે કે વેપાર યુદ્ધના પરિબળોને કારણે સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે. ત્યારે ફરી આજે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે.

એપ્રિલમાં સોનાના ભાવમાં ક્યારેક વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળ્યો હતો. આ દિવસોમાં, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોરમાં સોનાના ભાવમાં તેજી આવી છે. જેના કારણે ગયા અઠવાડિયે દેશના વાયદા બજારમાં સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો થયો હતો. સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર કરી ગયો હતો જે બાદ સોનાના ભાવમાં ઘટાડો પણ થયો હતો. ત્યારે આજે ફરી એકવાર સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

તમને જણાવી દઈએ કે આજે સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. આજે 6 મે 2025ના રોજ સોનાનો 24 કેરેટનો ભાવ 95,900 રુપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 87,760ના ભાવે પહોચ્યોં છે.

આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 95,890 પર પહોચ્યોં છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 87,760ની આસપાસ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલની સરખામણીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવમાં 240 રુપિયાનો વધારો જોવા મળ્યો છે.

આ સાથે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 87,810 રુપિયા છે જ્યારે 24 કેરેટ સોનું આજે 95,790 રુપિયે ટ્રેડ થઈ રહ્યું છે.

પણ આજે અન્ય કિમતી ધાતુ ચાંદીમાં આજે ઘટાડો થયો છે આજે 1 કિલો ચાંદી 96,900ના આસપાસ ટ્રેડ થઈ રહી છે તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે ચાંદીની કિંમતમાં પણ મોટો ઉછાળો આવ્યો હતો અને તે 1 લાખની પાર ભાવ પહોચી ગયો હતો જે બાદ હવે ઘટાડો થયો છે.

ખરેખર, લગ્નની સિઝન દરમિયાન સોનાના ભાવમાં ઝડપથી વધઘટ જોવા મળે છે. નિષ્ણાતો કહે છે કે વેપાર યુદ્ધના પરિબળોને કારણે સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે.

જોકે, સ્થાનિક બુલિયન બજારમાં ભાવ સતત ઘટી રહ્યા છે. જે ખરીદદારો માટે રાહતની વાત છે. જ્યારે, વાયદા બજારમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, વિદેશી બજારોમાં પણ ભારે ઉત્તેજના છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો

































































