AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કંઈક મોટું થવાની તૈયારી… સોનામાં મહા તેજીના સંકેત, નવા રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

સોનાના ભાવમાં એક એવો મોટો ધડાકો થવાની તૈયારી છે, જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. એક નવા આંતરરાષ્ટ્રીય રિપોર્ટમાં થયેલા ખુલાસાએ માર્કેટમાં ખળભળાટ મચાવી દીધો છે. આ રિપોર્ટ મુજબ, આવનારા સમયમાં સોનાના ભાવમાં એટલો મોટો ઉછાળો આવી શકે છે કે, તે મધ્યમ વર્ગની પહોંચથી સાવ દૂર થઈ જશે.

| Updated on: Apr 14, 2026 | 6:36 PM
Share
ગ્લોબલ બ્રોકરેજ ફર્મ UBS દ્વારા સોના માટે નવો ટાર્ગેટ જાહેર કરવામાં આવ્યો છે. આનો સીધો અર્થ એ છે કે, ભારતીય બજારમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ આશરે 30 હજાર રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. 14 એપ્રિલ 2026ના રોજ ભારતમાં સોનું આશરે ₹1.47 લાખ પ્રતિ 10 ગ્રામની આસપાસ હતું. ટૂંકમાં, જો UBSનું અનુમાન સાચું ઠરે તો અહીંથી પણ સોનાના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. UBS ના સ્ટ્રેટેજિસ્ટ જિયોવાની સ્ટેઉનોવો (Giovanni Staunovo) અને તેમની ટીમનું કહેવું છે કે, સોનાના ભાવમાં હાલમાં જોવા મળી રહેલો ઘટાડો વધુ લાંબો સમય નહીં ચાલે. તેમના મતે, જેમ ફેડ રેટ કટ (વ્યાજ દરોમાં ઘટાડો) નો રસ્તો સાફ થશે, તેમ સોનું ફરી એકવાર ગતિ પકડશે, કારણ કે વ્યાજ ન આપતી સંપત્તિ (ઝીરો યીલ્ડ એસેટ) રાખવાનો 'ઓપોર્ચ્યુનિટી કોસ્ટ' ઘટશે.

1 / 6
જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા પહેલેથી જ રોકાણ કરી ચૂક્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. ગ્લોબલ બ્રોકરેજ UBSનું માનવું છે કે, વર્ષ 2026ના અંત સુધીમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનું 5,900 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે. ભારતીય કિંમતો મુજબ ગણતરી કરીએ તો, ઘરેલું બજારમાં સોનાનો ભાવ આશરે ₹1,76,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. હાલમાં ભારતમાં 14 એપ્રિલે સોનું અંદાજે ₹1.47 લાખ પ્રતિ 10 ગ્રામની આસપાસ હતું. આનો અર્થ છે કે, UBSનો ટાર્ગેટ વર્તમાન સ્તરથી લગભગ ₹29,000 પ્રતિ 10 ગ્રામ ઊંચો છે.

2 / 6
UBS મુજબ સોનામાં તેજીના કેટલાંક મુખ્ય કારણો પણ છે. UBS માને છે કે, જેમ-જેમ અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં ઘટાડો કરશે, તેમ-તેમ રિયલ યીલ્ડ નીચે આવશે અને સોના માટે સાનુકૂળ વાતાવરણ બનશે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2026માં ગોલ્ડ ETFsમાં ખરીદી વધીને 825 ટન સુધી પહોંચી શકે છે, જે અગાઉના 750 ટનના અંદાજ કરતા વધુ છે. દુનિયાભરની સેન્ટ્રલ બેંકો પોતાના રિઝર્વને ડાયવર્સિફાઈડ કરવા માટે સોનાની ખરીદી ચાલુ રાખશે તેવું UBSનું માનવું છે. આ સિવાય ઊંચા દેવા અને ફિસ્કલ ચિંતાઓ પણ લાંબાગાળે સેફ હેવન તરીકે સોનાની ખરીદીને સપોર્ટ કરતી રહેશે.

3 / 6
આ બધા વચ્ચે હવે સવાલ એ છે કે, અત્યારે ગોલ્ડ માર્કેટમાં શું ચાલી રહ્યું છે? UBS મુજબ સોનામાં હાલની નરમાઈ પાછળ કેટલાક (જેમ કે અમેરિકી ડોલરની મજબૂતી, જીઓ-પોલિટિકલ તણાવ વચ્ચે લિક્વિડિટીની માંગ અને લાંબા સમય સુધી ઊંચા વ્યાજ દરોની આશંકા) ટૂંકાગાળાના અવરોધો છે. રિપોર્ટ પ્રમાણે, સોનું 29 જાન્યુઆરીએ 5,594 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ હાઈ પર પહોંચ્યું હતું પરંતુ ત્યારબાદ ઘટીને 4,403 ડોલર સુધી આવી ગયું હતું.

4 / 6
આ બાદ બીજો સવાલ એ કે,  સામાન્ય માણસ માટે આનો અર્થ શું? ભારતમાં સોનું માત્ર રોકાણ નથી પણ એક પરંપરા છે. જો સોનું ₹1.76 લાખ સુધી પહોંચે છે, તો લગ્ન માટે જ્વેલરી ખરીદવી વધુ મોંઘી બનશે. આજે જે 50 ગ્રામ જ્વેલરી આશરે ₹7.35 લાખમાં મળે છે, તે ત્યારે લગભગ ₹8.8 લાખ સુધી પહોંચી શકે છે. બીજું કે, જે લોકોએ પહેલા ઓછા ભાવે સોનું ખરીદ્યું છે, તેમની સંપત્તિના મૂલ્યમાં મોટો વધારો થશે. ટૂંકમાં સોનાના રોકાણકારો માટે આ મોટી તક બની શકે છે. વધુમાં દર મહિને થોડું-થોડું સોનું ખરીદનારાઓ (SIP કરનાર) માટે કિંમત વધવાથી ઓછું સોનું મળશે. સરળ ભાષામાં,  સમાન રકમમાં ઓછા ગ્રામ સોનું આવશે. આ ઉપરાંત જે લોકો પાસે સોનું છે, તેમને ઊંચા વેલ્યુએશનના આધારે મોટી રકમની ગોલ્ડ લોન મળી શકશે.

5 / 6
હવે જો UBSનું અનુમાન સાચું પડે તો અહીંથી પણ સોનામાં અંદાજે 20% વધારાની શક્યતા દેખાય છે. એક્સપર્ટ્સ માને છે કે, આટલી મોટી તેજી પછી કરેક્શન પણ આવતા રહેશે, તેથી એકસાથે મોટી રકમ રોકવાને બદલે ટુકડે-ટુકડે (staggered buying) ખરીદી કરવી એ શ્રેષ્ઠ વ્યૂહરચના હોઈ શકે છે. સોનું હવે માત્ર 'સેફ હેવન' નથી પરંતુ ઝડપથી મોંઘી થતી એક 'સ્ટ્રેટેજિક એસેટ' બની ગયું છે. UBSનો ₹1.76 લાખનો ઈશારો દર્શાવે છે કે, આવનારા સમયમાં ભારતમાં સોનું મધ્યમ વર્ગની પહોંચથી વધુ દૂર જઈ શકે છે.

6 / 6

₹1,000 ની SIP કરવી સારી કે ₹1 લાખનું લમ્પ સમ રોકાણ ? 20 વર્ષમાં વધારે રિટર્ન ક્યાંથી મળશે? જવાબ જાણીને તમે પણ ચોંકી જશો

Follow Us
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા

સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો

ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video

અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ

સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ

Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ

MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા

રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ

ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય

g clip-path="url(#clip0_868_265)">