Breaking News: હરેન પંડ્યા હત્યા કેસ, દોષિત અસગર અલીની વહેલી મુક્તિ અરજી પર હાઇકોર્ટનો મહત્વનો આદેશ, જુઓ વીડિયો
અમદાવાદમાં ચર્ચાસ્પદ હરેન પંડ્યા હત્યા કેસના દોષિત અસગર અલીની સજા માફી અને વહેલી મુક્તિ માટેની અરજી મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. આજીવન કેદની સજા ભોગવી રહેલા અસગર અલીએ રાજ્ય સરકાર સમક્ષ સજા માફી અને સમય પહેલાં મુક્તિ માટે અરજી કરી હતી.
અમદાવાદમાં ચર્ચાસ્પદ હરેન પંડ્યા હત્યા કેસના દોષિત અસગર અલીની સજા માફી અને વહેલી મુક્તિ માટેની અરજી મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. આજીવન કેદની સજા ભોગવી રહેલા અસગર અલીએ રાજ્ય સરકાર સમક્ષ સજા માફી અને સમય પહેલાં મુક્તિ માટે અરજી કરી હતી.
ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો
અસગર અલીએ પોતાની અરજીમાં રજૂઆત કરી હતી કે તે 14 વર્ષથી વધુ સમયથી જેલમાં સજા ભોગવી રહ્યો છે અને જેલ દરમિયાન તેનું વર્તન પણ સારું રહ્યું છે. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા તેની અરજી પર લાંબા સમયથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાથી તેણે ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે અસગર અલીની અરજી હાલમાં વિચારણા હેઠળ છે અને આ મામલે એડવાઇઝરી કમિટીનો અભિપ્રાય પણ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. જોકે અંતિમ નિર્ણય હજુ લેવાયો નથી.
સૌથી ચર્ચિત કેસોમાંનો એક રહ્યો
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને અસગર અલીની અરજી પર છ મહિનાની અંદર નિર્ણય લેવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે સરકારને કાયદાકીય જોગવાઈઓ અને સંબંધિત તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે હરેન પંડ્યા હત્યા કેસ દેશના સૌથી ચર્ચિત કેસોમાંનો એક રહ્યો છે. વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે આ કેસમાં દોષિત ઠરાવાયેલા તમામ 12 આરોપીઓની આજીવન કેદની સજા યથાવત રાખી હતી. હવે અસગર અલીની વહેલી મુક્તિ અંગે રાજ્ય સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
(Input Credit: Ronak varma)
Breaking News : અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક, અનેક વિભાગોને મળ્યું નવું નેતૃત્વ
