Breaking News : આખું અમદાવાદ પાણી-પાણી ! મેયર અને કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોચ્યાં
મેયર અને કમિશનરે ઘુમા, બોપલ સહિતના વિસ્તારોમાં જઈને વરસાદી પાણી ભરાયેલા સ્થળોનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિકો સાથે પણ વાતચીત કરીને સમસ્યાઓની જાણકારી મેળવી હતી
અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને પગલે હવે અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને મેયર અને મ્યુનિસિપલ કમિશનરે ટ્રેક્ટર મારફતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
મેયર ટ્રેક્ટર લઈ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે નીકળ્યા
મેયર અને કમિશનરે ઘુમા, બોપલ સહિતના વિસ્તારોમાં જઈને વરસાદી પાણી ભરાયેલા સ્થળોનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિકો સાથે પણ વાતચીત કરીને સમસ્યાઓની જાણકારી મેળવી હતી અને તાત્કાલિક પાણીના નિકાલ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
અમદાવાદના તમામ વિસ્તારોમાં ભરાયા પાણી
મેયરે જણાવ્યું હતું કે શહેરમાં કેટલાક વિસ્તારોમાં આશરે 18 ઈંચ જેટલો વરસાદ પડવાના કારણે જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. જોકે, વરસાદ બંધ થતાં ધીમે-ધીમે પાણીનો નિકાલ થઈ રહ્યો છે અને આગામી સમયમાં સ્થિતિ સામાન્ય થઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી.
અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત મોનિટરિંગ
તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ પમ્પિંગ મશીનો સહિતની વ્યવસ્થા દ્વારા પાણીના નિકાલની કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે. સ્થાનિકોને પણ સાવચેતી રાખવા અને જરૂરિયાત સિવાય બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.
Breaking News : અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! અનેક સોસાયટીમાં ભરાયા પાણી, 20થી વધુ કાર પાણીમાં ડૂબી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video

